સંસદના ચોમાસુ સત્ર પહેલા 18 જુલાઈએ સર્વપક્ષીય બેઠક મળશે

15-Jul-2021

નવી દિલ્હી : સંસદનુ ચોમાસુ સત્ર ૧૯ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યુ છે અને તેના એક દિવસ પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ બધા રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ વિશે માહિતી આપતા પ્રહલાદ જોશીના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે સર્વપક્ષીય બેઠક ૧૯ જુલાઈએ સવારે ૧૧ વાગે રાખવામાં આવી છે. વળી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ૧૮ જુલાઈએ નેતાઓની સર્વપક્ષીય બેઠક આવી રહ્યુ છે કે સર્વપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે દેશની રાજધાની દિલ્લીમાં છેલ્લા લગભગ ૮ મહિનાઓથી ચાલી રહેલ ખેડૂતના આંદોલન અને સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ, મોંઘવારી અને કોરોના વાયરસ મહામારીના મુદ્દાઓ માટે સંસદનુ ચોમાસુ સત્ર હંગામેદાર રહી શકે છે. વળી, સૂત્રોના હવાલાથી સમાચાર છે કે ચોમાસુ સત્રમાં સરકારની તૈયારીઓ અને રણનીતિ પર ચર્ચા માટે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના સંસદીય દળની કાર્યકારિણીની બેઠક પણ ૧૮ જુલાઈએ થશે.

Author : Gujaratenews