વડોદરામાં અન્ન સેવા : પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની વિનામૂલ્યે ભોજન સેવા, 500 ડીશ તૈયાર કરાઈ છે

21-May-2021

 ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરા શહેરમા હોમ કોરોન્ટાઇનમા રહેલા કોરોના દર્દી અને પરિવારને ફ્રી ભોજન વ્યવસ્થા.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વડોદરા શહેરમાં હોમ કોરોન્ટાઇન રહેલી કોરોનાગ્રસ્ત દર્દીઓને સમયસર મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓને જરૂરિયાત પ્રમાણે ટિફિન પહોંચાડવા આવી રહ્યું છે

એક જ પરિવારનાં ચાર સભ્યો કોરોના વાઇરસની ચપેટમાં આવતા તે લોકો રસોઈ બનાવે એ તો દુરની વાત છે પણ ઘરે કોઈ ટિફિન પણ ના આપી શકે એવી પરિસ્થિતિમાં સરદારધામ વડોદરાને જાણ થતા , માનવતા દાખવી એક નિર્ણાયક નિર્ણય લઈને આવા પરિવારોને નિઃશુલ્ક ઘરે બેઠાં ભોજન વ્યવસ્થા મળી રહે એ હેતુથી સરદારધામ તથા કડવા પાટીદાર કેળવણી મંડળના સહયોગથી દસ દિવસ પહેલા આ શુભ શરૂઆત કરી હતી. આ સેવામાં દરરોજ 500થી વધારે શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં દર્દી જ્યાં હોય એ સ્થળે ભોજનડિશ પહોંચાડાય રહી છે. જેમાં શુદ્ધ સાત્વિક ભોજન જેમકે રોટલી, શાક, દાળ, ભાત, સલાડનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમા 4000થી વધારે ટિફિન જરૂરિયાતમંદ વ્યક્તિને આપેલ છે. 

Author : Gujaratenews