આમ આદમી માટે રાહતના સમાચાર , Petrol – Dieselના ભાવ ઘટવાના મળી રહ્યા છે સંકેત, જાણો કઈ રીતે સસ્તું થશે ઇંધણ, 1 વર્ષમાં પેટ્રોલ 20 રૂપિયાથી વધુ મોંઘું થયુ,

19-Jul-2021

સતત આસમાન તરફ જય રહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં આગામી કેટલાક દિવસોમાં આમ આદમીને રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. દેશવાસીઓને નજીકના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ઓપેક પ્લસ દેશોએ મળીને ઓગસ્ટ મહિનાથી ઓઇલ સપ્લાય વધારવાનો નિર્ણય લીધો છે. એકમીડિયા રિપોર્ટ્સ મુજબ ઓપેક + દેશોના પ્રધાનોએ મળીને રવિવારે નિર્ણય લીધો કે ઓગસ્ટથી તેલનો સપ્લાય વધારવામાં આવશે.

કોરોના કટોકટી પછી વૈશ્વિક અર્થતંત્ર ઝડપથી સુધરી રહ્યું છે જેના કારણે તેલની માંગમાં પણ વધારો થયો છે. ઉત્પાદન મર્યાદિત હોવાને કારણે આ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનો ભાવ અઢી વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. આ અઠવાડિયે ક્રૂડ ઓઇલનો બંધ ભાવ 73.14 ડોલર હતો. જુલાઈ મહિનામાં તે 78 ડોલર સુધી પહોંચી ગયું હતું.

10 મિલિયન બેરલ ઉત્પાદન ઘટાડ્યું હતું
બેઠકમાં ઓપેક દેશો સિવાય રશિયા જેવા અન્ય તેલ ઉત્પાદક દેશો પણ હાજર રહ્યા હoil production increseતા. કોરોના સંકટ વચ્ચે ઓપેક પ્લસ દેશોએ ગયા વર્ષે દૈનિક ધોરણે ઉત્પાદને 10 મિલિયન બેરલ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો.

દરરોજ 4 લાખ બેરલનું  ઉત્પાદન વધારશે
મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ઓપેક + દેશો મળીને દર મહિને દૈનિક ધોરણે 4 લાખ બેરલ ઉત્પાદન વધારશે. તેની શરૂઆત ઓગસ્ટ મહિનાથી જ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વર્તમાનની તુલનામાં ઉત્પાદનમાં દિવસમાં 8 લાખ બેરલનો વધારો થશે. આ ગણતરી મુજબ ઓક્ટોબરમાં દરરોજ ઉત્પાદન 1.2 મિલિયન બેરલ, નવેમ્બરમાં દરરોજ 1.6 મિલિયન બેરલ અને ડિસેમ્બરમાં દૈનિક બે મિલિયન બેરલ હશે. UAE અને સાઉદી અરેબિયા વચ્ચેના સહમતી બાદ જ ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ ફરી એકવાર 76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારો થયો છે જ્યારે ઘટાડો ફક્ત 4 વખત થયો છે. માત્ર આ વર્ષ વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 15% નો વધારો થયો છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી ત્યારે ભાવ સ્થિર રહ્યા હતા. માર્ચમાં ત્રણ વખત અને એપ્રિલમાં એકવાર કિંમતમાં કાપ મૂકવામાં આવ્યો હતો. એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂ 20.76 નો વધારો થયો છે. 12 જુલાઈ 2020 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલનો રેટ 80.43 રૂપિયા હતો.

17 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાથી મોંઘુ
દેશના 17 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ 100 રૂપિયા અથવા તેના કરતા વધારે થઈ ગયો છે. આ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, લદાખ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તામિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડુચેરી, દિલ્હી અને પશ્ચિમ બંગાળ છે.

Author : Gujaratenews