કોરોના ફેલાવનાર ચીનમાં 1000 વર્ષમાં પ્રથમ વખત સાંબેલાધાર 18 ઈંચ વરસાદથી જળપ્રલય, 25નાં મોત, : 15 લાખ લોકો પ્રભાવિત

22-Jul-2021

બેઈજિંગ:મધ્ય ચીનના હેનાન પ્રાંતના એંગઝોઉ શહેરમાં ૧,૦૦૦ વર્ષમાં પહેલી વખત અસાધારણ સાંબેલાધાર વરસાદ ખાબકતાં આવેલા પૂરમાં ૧૨ સબવે પ્રવાસીઓ સહિત કુલ 25 લોકોનાં મોત નીપજ્યાં છે અને ૧૦ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંના એક ગેંગઝોઉમાં પૂરના કારણે બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં (મંગળવારે સાંજે ૫.૦૦ વાગ્યાથી) ૧૮ ઈંચ વરસાદ ખાબકતા ઝેંગઝોઉ જળબંબાકાર થઈ ગયું છે. મૂશળધાર વરસાદના કારણે પૂર આવતાં શહેરમાં અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ છે, શહેરના સબ વે સહિતના વિસ્તારોમાં લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. પૂર નિયંત્રણ વિભાગે સેકન્ડ હાઈએસ્ટ લેવલ-૨ ચેતવણી જાહેર કરી છે. ફલાઈટ્સ રદ કરાઈ છે. ડેનફાન્ગ શહેર નજીકની નદીના પાણી જોખમી સ્તરની સપાટી વટાવી શહેરમાં ઘૂસ્યા હતા, જ્યાં એક મેટલ ફેક્ટરીમાં હોટ મેટલ સાથે પાણી ભળતાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પીવાના પાણી અને વીજળી ખોરવાઈ જવાની પણ સમસ્યા સર્જાઈ છે. અનેક હોસ્પિટલોમાં વીજળીખોરવાઈ જતાં દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા છે.

Author : Gujaratenews