૧૫ વર્ષ જુના ટુ વ્હિલર માટે ૨,૦૦૦ અને ફોર વ્હિલ માટે ૭,૫૦૦નો ખર્ચ થશે, ફિટનેસ અને રિરજિસ્ટ્રેશન ૧૦ ગણુ મોંઘુ થશે

15-Aug-2021

અગાઉ ટુ વ્હિલર માટે ૧૫૦ થી ૨૦૦ અને ફોર વ્હિલ માટે ૭૫૦ રૂપિયાનો ખર્ચ થતો હતો

Vadodara: આરટીઓ અધિકારીઓનું કહેવુ છે કે ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસીનો હજુ તો પુરતો અભ્યાસ કર્યો નથી પરંતુ ઉપર ઉપરથી એવુ લાગી રહ્યું છે કે ૧૫ વર્ષ જુના વાહનો માટે જે ફિટનેસ અને રિરજિસ્ટ્રેશનની વાત છે તેમાં વાહનધારકોનો ખર્ચ લગભગ ૧૦ ગણો વધી જશે.આમ પણ કાર અને બાઇક જેવા ખાનગી વાહનો માટે અગાઉ પણ ૧૫ વર્ષ પછી ફિટનેસ અને રિરજિસ્ટ્રેશનનો નિયમ હતો જ આ માટે ટુ વ્હિલરના રૂ.૧૫૦ થી ૨૦૦ ટેટુ તથા ફોર વ્હિલ માટે રૂ.૭૫૦નો ખર્ચ થતો હતો. પરંતુ હવે પછી ટુ વ્હિલર માટે રૂ.૨૦૦૦ અને ફોર વ્હિલ માટે રૂ.૭,૫૦૦નો ખર્ચ થવાની સંભાવના છે એ પણ પાંચ વર્ષ માટે જ પાંચ વર્ષ પછી ફરીથી આ પ્રક્રિયા કરવી પડશે .

Author : Gujaratenews