South Africa: પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના સમર્થકોનુ હિંસક પ્રદર્શન, ભારતીયો પર હુમલા, રસ્તા પર ઉતારાયું સૈન્ય
15-Jul-2021
દક્ષિણ આફ્રિકામાં (South Africa) પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના (Jacob Zuma) સમર્થકો મોટા પાયે હિંસા પર ઉતરી આવ્યા છે. જેકોબ ઝુમાને કોર્ટની અવમાનના મામલે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેને લઈને તેમના સમર્થકો રોડ ઉપર ઉતર્યા હતા અને હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે. પરિસ્થિતિ હાથમાંથી નીકળતી જોઈને સરકારે હિસાગ્રસ્ત વિસ્તારોમાં સૈન્ય તહેનાત કરી દીધું છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેર સહિત 2 પ્રાંતમાં મોટી સંખ્યામાં સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે.
એક અહેવાલ મુજબ આ હિંસામાં અત્યાર સુધી 72 લોકોનાં મોત નીપજ્યાં છે. આ હિંસક પ્રદર્શનો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટે ઝુમાની 15 મહિનાની જેલની સજાને પડકારતી એક અરજીની સુનાવણી શરૂ કરી છે. ઝુમાની સજાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસાને બુધવારે ‘આર્થિક વિધ્વંસ’ જાહેર કરવામાં આવી હતી. હિંસામાં કેટલીક ફેક્ટરીઓ અને મહત્વપૂર્ણ સપ્લાય યુનિટ સળગાવી દેવામાં આવ્યા હતા. આ હિંસાનો ભોગ ભારતીયો પણ બની રહ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024