લંડન : ભારતીયો હંમેશા વિદેશમા પોતાની માતૃભૂમિની છાપ છોડવામાં હંમેશા અવ્વલ જ રહે છે. થોડા સમય પહેલા અમેરિકામાં ચૂંટણી થઈ હતી. જેમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના કમલા હેરિસ ઉપર રાષ્ટ્રપતિ બન્યા હતા. આ સિલિસલો યથાવત રહ્યો છે. ફરી એકવાર ઇંગ્લેન્ડની ચૂંટણીમાં ગુજરાતીઓનો ડંકો વગાડીને ગુજરાત સહિત ભારતને ગૌરવ અપાવ્યું છે. ઇંગ્લેન્ડની ચૂંટણીમાં ભરૂચના અરગામા ગામના વતની માતા, પુત્રી અને પુત્ર વિજેતા બન્યા છે અને માતા પાંચમાં વખત મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે.
આ અંગે જાણવા મળ્યું હતું જેમાં ભરૂચના વાગરા તાલુકાના અરગામા ગામના વતની માતા અને પુત્રી અને પુત્ર ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા.
Author : Gujaratenews
05-Mar-2025