દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગભાઈ ચૌધરીનું નિધન થયું છે. ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ટૂંકી માંદગી બાદ માનસિંગ ચૌધરીનું નિધન થયું છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ કોરોનાને હરાવ્યો હતો.
મહેસાણાઃ ગુજરાતમાં કોરોના પછી મ્યુકરમાઇકોસિસ નામની જીવલેણ બીમારીએ કહેર મચાવ્યો છે. તેમજ કેટલાય લોકોના સારવાર દરમિયાન મોત પણ થયા છે. ત્યારે આ જીવલેણ બીમારીથી ઉત્તર ગુજરાતના એક આગેવાનનું પણ નિધન થયું છે.
દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગભાઈ ચૌધરીનું નિધન થયું છે. ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ટૂંકી માંદગી બાદ માનસિંગ ચૌધરીનું નિધન થયું છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ કોરોનાને હરાવ્યો હતો. જોકે, કોરોના બાદ માનસિંગ ચૌધરી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા હતા. મ્યુકરમાઇકોસિસ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા 10 કરતા વધુ દિવસોથી મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024