જમ્મુના અરણીયા સેક્ટરમાં જોવા મળ્યું ડ્રોન, બીએસએફ જવાનોએ ફાયરિંગ કરતા પાકિસ્તાન પાછુ ફર્યુ
14-Jul-2021
પ્રતિકાત્મક તસવીર
મંગળવારે રાત્રે 10 વાગ્યે જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ફરી એકવાર ડ્રોન ( Drone ) જોવા મળ્યો હતુ. ડ્રોનને જોતાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન બોર્ડર પર પાછુ ફર્યુ હતું. આ સંદર્ભે, બીએસએફ દ્વારા સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યુ છે કે, 13 અને 14 જુલાઇની રાત્રે, અરનિયા સેક્ટરમાં બીએસએફ ((BSF) )જવાનોએ 9.52 વાગ્યે 200 મીટરના અંતરે ઝબકતી લાલ લાઈટ જોઈ હતી.
સરહદ પર એલર્ટ રહેલા બીએસએફ જવાનોએ, ઝબકતી લાલ લાઈટ તરફ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તે પાછુ ફર્યુ હતુ. આ બનાવ બાદ, સરહદ ઉપર જ્યા ડ્રોન જોવા મળ્યુ હતુ તે વિસ્તારની તપાસ હાથ ધરવામા આવી હતી. જો કે હજી સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. આમ છતા, વિસ્તારમાં શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક થયા પછી છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ ક્ષેત્રમાં ઘણાબધા ડ્રોન જોવા મળ્યા છે. ગયા મહિને જૂનમાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટો બાદ, ડ્રોન જમ્મુના અન્ય વિસ્તારો ઉપર ફરતુ જોવા મળ્યુ હતુ. પાકિસ્તાનની સરહદથી આશરે 14 કિલોમીટર દૂર સ્થિત ઉચ્ચ સુરક્ષાવાળા જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પરના હુમલાના એક દિવસ પછી એટલે કે, 27 અને 28 જૂનના રોજ રાત્રે કાલુચક લશ્કરી સ્ટેશન પર અન્ય બે ડ્રોન ઉડતા જોવા મળી આવ્યા હતા. જ્યારે ડ્રોન નજરે ચડ્યું ત્યારે જમ્મુ ક્ષેત્રના સૈન્ય સ્ટેશનોને ખાસ કરીને હાઈએલર્ટ જાહેર કરાયું હતું. બાદમાં 29 જૂનના રોજ ડ્રોનને જમ્મુ, કુંજવાની, સુંજવાન અને કાલુચક ક્ષેત્રના ત્રણ જુદા જુદા સ્થળોએથી શોધી કાઢવામાં આવ્યુ હતુ. આ એક નવા જ પ્રકારના હુમલાની ઘટના હોવાથી, સુરક્ષા એજન્સીઓએ જમ્મુના એરફોર્સ સ્ટેશન પર એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024