હવે રાજ્ય સરકારે ડ્રેનેજની સફાઇ માટે સુરત મહાનગર પાલિકાને બે રોબર્ટ મશીનની ફાળવણી કરી છે.
સુરત પાલિકાએ હવે રોબોટ્સ મશીનરીથી સફાઈ કરવાનું શરૂ કર્યું છે. એટલે કે ડ્રેનેજની સફાઈ માટે કામદારો નહિ પણ રોબર્ટ મશીન કામ કરતા દેખાશે. સુરત મહાનગર પાલિકા પાસે હાલમાં 8 રોબર્ટ મશીન છે. આ રોબર્ટ મશીન ડ્રેનેજમાં સફાઈ માટે ઉતારવામાં આવે છે. અને તે જાતે જ સફાઈ કરી નાખે છે.મહાનગરપાલિકા દ્વારા અગાઉ 8 રોબર્ટ મશીન રૂપિયા 14.75 કરોડનાં ખર્ચે ખરીદાયા છે. અને હવે રાજ્ય સરકાર દ્વારા વધુ બે મશીનો અપાયા છે.
Author : Gujaratenews





14-Dec-2025