પીઢ અભિનેતા દિલીપ કુમાર હાલ મુંબઇની ખારની હિંદુજા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
દિલીપ સાહેબ બિલેટરલ પ્લેયર ઇફ્યુસનથી પીડાઇ રહ્યા હોવાથી તબિયત સ્થિર છે અને તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા નથી. તેમને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. દિલીપ કુમારના સ્વાસ્થ્યની કાળજી તેમના ખાસ જુના બે ડોકટરો રાખી રહ્યા છે. તેમની પત્ની અને અભિનેત્રી સાયરાબાનુએ દિલીપ સાહેબના સ્વાસ્થય માટે દવાની સાથેસાથે દુવાની પણ વિનંતી કરી છે.
Author : Gujaratenews
20-Aug-2024