અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકો આપમાં જોડાય તેવું મનાઈ રહ્યું છે અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે "હવે બદલાશે ગુજરાત. હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ". રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપ્રાઇઝ પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ તરીકે પહોંચેલી આમ આદમી પાર્ટીની નજર હવે આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં સત્તાનો નહીં તો વિપક્ષ તરીકેનો વિકલ્પ બનવા માંગે છે તેમાં બે મત નથી ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે તેમના આ ગુજરાત પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે ત્યારે જેને લઈ ગુજરાતમાં આપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે જેને લઈ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે, જેને લઈને પણ અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે આવવાના છે ત્યારે કેટલાક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે.
AAP પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
આજે સવારે 10.20 કલાકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં આગમન થવાનું છે જેને લઈ આપ કાર્યકરોએ તેમના સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે મહત્વનું છે કે એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સીધા સરકીટ હાઉસ જશે ત્યાં સરકીટ હાઉસ ખાતે આપના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજશે. તેમજ પરિષદને સંબોધ્યાબાદ તેઓ નવ નિર્મિત આપના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે,
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024