દિલ્હી એરપોર્ટ ઉપર ત્રણ શંકાસ્પદ પ્રવાસીઓને ઝાડા કરાવીને1.22 કરોડનું સોનું પેટમાંથી કઢાવ્યું!

10-Aug-2021

નવી દિલ્હી : આઈજીઆઈ એરપોર્ટના ટી-2 પર કસ્ટમ (પ્રિવેન્ટિવ) અધિકારીઓએ ડોમેસ્ટિક એર રૂટથી પણ ગોલ્ડ સ્મગલિંગ (સોનાની દાણચોરી)ના એક કેસનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ અધિકારીઓએ શંકાના આધારે ઝડપેલા 3 પેસેન્જર્સને સૌપ્રથમ ઉઠક-બેઠક કરાવી. પછી તેઓને શાહી પનીર, રસગુલ્લા, આઈસ્ક્રીમ અને કેળાની પાર્ટી કરાવી. ત્યારબાદ તેમનો હેતુ ઉકેલાઈ ગયો. કારણકે આ પેસેન્જર્સ સોનું પોતાના શરીરમાં છુપાવી રાખ્યું હતું.

Author : Gujaratenews