2024 સુધીમાં 101 હથિયારો ભારતમાં જ બનશે, સંરક્ષણ અને એરોસ્પેસ માટે 498.8 કરોડના બજેટ ફાળવણીને મંજુરી અપાઈ

14-Jun-2021

સંરક્ષણ પ્રધાને ડીફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન (DIO) ને ઇનોવેશન ઇન ડિફેન્સ એક્સેલન્સ (I-DEX) માટે આગામી પાંચ વર્ષ માટે 498.8 કરોડ રૂપિયાની બજેટ ફાળવણીને મંજૂરી આપી છે.પાછલા કેટલાક વર્ષોથી સરકારે ભારતને સંરક્ષણ ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા માટે અનેક સુધારાઓ કર્યા છે, પગલા લીધા છે અને પહેલ રજૂ કરી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જાહેરાત કરી હતી કે ભારત 2024 સુધીમાં 101 હથિયારો અને લશ્કરી પ્લેટફોર્મ જેવા કે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, લાઇટ કોમ્બોટ હેલિકોપ્ટર, સબમરીન, મિસાઇલો અને સોનાર સિસ્ટમ આયાત કરવાનું બંધ કરશે. હવે સંરક્ષણ અને એરોસ્પેસ માટે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Rajnath singh) એ 498.8 કરોડ રૂપિયાની બજેટ ફાળવણીને મંજૂરી આપી છે.

રૂ.498.8 કરોડ બજેટ ફાળવણીને મંજૂરી: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કરવાનું લક્ષ્ય હાંસલ કરવા સંરક્ષણ ક્ષેત્રે સંશોધન અને વિકાસ (Innovation in the Defense Sector) પર ભાર આપવાનો નિર્ણય લીધો છે. આ ઉદ્દેશ્ય સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Rajnath singh) એ ડીફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન (DIO) ને ઇનોવેશન ઇન ડિફેન્સ એક્સેલન્સ (I-DEX) માટે આગામી પાંચ વર્ષ માટે 498.8 કરોડ રૂપિયાની બજેટ ફાળવણીને મંજૂરી આપી છે.I-DEX અને DIO ની સ્થાપનાનો હેતુ ઇનોવેશન ઇન ડિફેન્સ એક્સેલન્સની રચના અને ડીફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાનો હેતુ MSME, સ્ટાર્ટ-અપ્સ, વ્યક્તિગત નવા સંશોધનો, રીસર્ચ અને ડેવલોપમેન્ટ સંસ્થાઓ, એકેડેમીક સહિતના ઉદ્યોગોને સમાવીને સંરક્ષણ અને એરોસ્પેસમાં નવીનતા અને ટેકનીકલ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.પાંચ વર્ષ માટે રૂ.498.8 કરોડની આ યોજનાનો ઉદ્દેશ ડીફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન માળખા હેઠળ આશરે 300 સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઇ, વ્યક્તિગત સંશોધનો અને 20 ભાગીદાર ઇન્ક્યુબેટરોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે.ડીફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન તેની ટીમ સાથે સંરક્ષણ ક્ષેત્રે નવું સંશોધન (Innovation in the Defense Sector) કરનારાઓ માટે ચેનલો બનાવવામાં સક્ષમ હશે, જેથી તેઓ ભારતીય સંરક્ષણ ઉત્પાદન ઉદ્યોગ સાથે જોડાઈ શકે અને તેની સાથે સંપર્ક સાધી શકે.

Author : Gujaratenews