નવો વેરીયન્ટ હવા દ્વારા ઝડપથી ફેલાય છેનવેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો ત્યાર ઘણા દેશોમાં અત્યાર સુધી પરિવર્તન સાથે વાયરસના નવા પ્રકારો નોંધાયા છે. આ દરમ્યાન હવે (Vietnam) માં જોવા મળેલા એક નવા પ્રકારે આ રોગચાળા અંગે ચિંતા વધારી છે.Corona વાયરસના ચેપથી છુટકારો મેળવવાના તમામ પ્રયત્નો વચ્ચે હવે તેના વિવિધ પ્રકારો ચિંતાનું કારણ બની રહ્યા છે.
વિયેટનામ(Vietnam)માં Corona વાયરસનો આ પ્રકાર જોવા મળ્યો છે. આ વાયરસ હવામાં ઝડપથી ફેલાય છે. વિયેટનામ(Vietnam)ના આરોગ્ય પ્રધાન ગુથેન થાન લોંગ તાજેતરમાં આ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે Corona વાયરસથી સંક્રમિત કેટલાક લોકો પાસેથી લેવામાં આવેલા સેમ્પલના જિનોમ સિક્વિન્સીંગથી આ વાત બહાર આવી છે.જે ભારત અને બ્રિટનમાં જોવા મળતા Corona વેરીયન્ટનું મિશ્રિત સ્વરૂપ છે. તેથી જ તેને ‘હાઇબ્રિડ’ વેરિઅન્ટ પણ કહેવામાં આવે છે.આ અગાઉ, મેડિકલ જર્નલ ‘લાસેટના અહેવાલ પછી કોરોના વાયરસ વિશે વધુ હોબાળો મચ્યો હતો, જેમાં તાજેતરના એક અભ્યાસના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ હવામાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેની માર્ગદર્શિકામાં વાયરસથી થતા વાયરસને પણ શામેલ કરવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય છે કે હવામાં વાયરસ કેવી રીતે ફેલાય છે.
05-Mar-2025