અમદાવાદમાં 6733 દર્દીએ કોરોનાને હરાવ્યો, 3127 નવા કેસ અને 18 દર્દીના મોત, ભારતમાં નવા 3.30 લાખ લોકો કોરોનામાં સપડાયા, 3876 લોકોના મોત
11-May-2021
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. જેમાં એકલા મહારાષ્ટ્રમાં જ છેલ્લા 24 કલાકમાં 40956 નવા કેસ અને 793ના મોત થયા છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની 5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
- કુલ મોત - 2 લાખ 49 હજાર 992
એક્ટિવ કેસનો આંક 37 લાખને પાર થયો
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.
અમદાવાદમાં કોરોનાના કેસમાં એક દિવસ બાદ ઉછાળા બાદ ફરી કેસ નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 3 હજાર 127 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 6 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 6733 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 18 દર્દીના મોત થયા છે અને મૃત્યુઆંક 3 હજાર 146 થયો છે.
10 મેની સાંજથી 11 મેની સાંજ સુધીમાં શહેરમાં 3059 અને જિલ્લામાં 68 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 6668 અને જિલ્લામાં 65 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 17 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 10 હજાર 265 થયો છે. જ્યારે 1 લાખ 56 હજાર 21 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 146 થયો છે.
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 27 લાખ 10 હજાર 066 ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં 10,990 નવા કેસ, 118 મોત અને 15,198 રિકવર થયા છે.
- કુલ કેસ: 7,03,594
- ટોટલ રિકવર: 5,63,133
- એક્ટિવ કેસ: 1,31,832
- મૃત્યુઆંક: 8,629
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024