અમદાવાદ, : કોરોના અને લોડાઉનના કરવું નોકરી છૂટવા અસંખ્ય લોકો બેરોજગાર બન્યા હતા. ત્યારે સુરત ઈજનેર અને કાયદો ભણેલી યુવતીએ બેરોજગારોને ઠગવાનો ધંધો શરૂ કર્યો હતો. નોકરી અપાવવાના બહાને બંનેએ મળીને ગુજરાતભરના 1700 બેરોજગારોને લૂંટી લીધા હતા. અમદાવાદ સાઇબર ક્રાઇમે સુરતમાંથી બાતમીના આધારે હાર્દિક ઘનશ્યામભાઈ વડાલીયા અને તેની વાગ્દત્તા રૂચિતા નારોલા ધરપકડ કરી છે. હાર્દિક સિવિલ એન્જિનિયર અને રુચિતા એલએલબીની વિદ્યાર્થીની છે. રૂચિતા બંનેએ લોકોને છેતરવા માટે ત્રણ-ચાર છોકરીઓને નોકરી રાખી હતી. આ છોકરીઓ ઓનલાઈન લોકોના બાયોડેટા સર્ચ કરીને છેલ્લા એક વર્ષથી લોકોને ફોન કરતી હતી.
લોકડાઉનમાં લોકો પાસે નોકરી ન હોવાથી તેમની મજબૂરીનો ફાયદો લેવા માટે જ આ પ્રકારના લોકોને ટાર્ગેટ કરવા માંગતા હતા. જેથી તેઓ નોકરી માટે તરત રૂપિયા ચૂકવી દે. તેમજ દરેક પાસેથી ઓછા રૂપિયા લેવા જેથી કોઈ રૂપિયા માટે ઇન્કવાયરી કરે નહી અને પકડાય નહી. જોકે સાયબર ક્રિમિનલ યુગલ અને તેની ગેંગે 1700 લોકોના રૂપિયા ચાઉં કરી ગયા જે ૨કમ રૂ. 17.40 લાખ જેટલી થાય છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના એક કોમ્પ્લેક્સમાં ઓફિસ રાખી ત્રણ-ચાર યુવતી ફોન કરતી હતી.આ ફોન ઉપાડનાર વ્યક્તિ બેરોજગાર હતો. કારણ કે મોટાભાગના લોકોની નોકરી લોકડાઉનમાં જતી રહી હતી. લોકો નોકરી શોધતા હતા ત્યારે એવો ફોન રાહત આપે એવો હતો. ફોન પર ઘરે બેઠા કામ આપવાનું કહીને એકાઉન્ટમાં 999 રૂપિયા જમા કરાવતા હતા અને પછી નોકરી મળશે તેમ કહેતા હતા. જેમણે રૂપિયા ભર્યા બાદ પણ નોકરી ન મળી. પણ આ બધા લોકોને એક બે નહીં પણ 1700 લોકો હતા. આખરે આ ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લીધી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025