દેશમાં કોરોનાના 4,03 લાખથી વધુ કેસ નોંધાયા રેકોર્ડબ્રેક 3,86 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : 4091 લોકોના મોત : 37,32 લાખથી વધુ એક્ટીવ કેસ
08-May-2021
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 4,01,228 નવા કેસ નોંધાયા છે
સાથે છેલ્લા 24 કલાકમાં 4191 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.38,265 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 4,03,626 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,22,55,911 થઇ છે એક્ટિવ સંખ્યા પણ 37,32,467એ પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,86,207 દર્દીઓ રિકવર કરાયા છે આ સાથે કુલ 1.83,11,498 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,578 નવા કેસ નોંધાયા છે જયારે કર્ણાટકમાં 47,563 કેસ,કેરળમાં 41,941 કેસ, ઉત્તર પ્રદેશમાં 26,636 કેસ, તામિલનાડુમાં 27,397 કેસ, આંધ્રપ્રદેશમાં 20,065 કેસ, દિલ્હીમાં 17,364 કેસ, રાજસ્થાનમાં 17,987 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,436 કેસ, છત્તીસગઢમાં 12,239 કેસ, ગુજરાતમાં 11,892 કેસ,બિહારમાં 12,948 કેસ, હરિયાણામાં 14,667 કેસ, મધ્યપ્રદેશમાં 11,598 કેસ, ઓરિસ્સામાં 11,807 કેસ નોંધાયા છે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024