અરવિંદ કેજરીવાલે ઈશુદાનને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો, રાજકીય માહોલમાં ગરમાવો

14-Jun-2021

 

પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલઅરવિંદ કેજરીવાલે ઈશુદાનને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો, આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત.

અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચી ગયા છે. અહીં તેમણે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બેઠકમાં હાજર રહ્યા છે. પ્રભારી ગુલાબસિંહ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા છે. ગુજરાતની હાલની સ્થિતિ અંગે કરાઈ રહી છે ચર્ચા. અંદાજે એક કલાક જેટલો સમય કેજરીવાલ સર્કિટ હાઉસ ખાતે રોકાશે.ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે.પત્રકાર ઇસુદાન ગઢવીએ ગુજરાત આવેલ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. 

Author : Gujaratenews