ચીનની શરતોનું ખુલેઆમ ઉલંઘન પણ છે
એક તરફ ભારત સહિત દુનિયા કોરોના સંક્રમણનો સામનો કરી રહી છે. ત્યારે ચીન પોતાની વિસ્તારવાદી નીતિમાંથી ઉંચુ નથી આવી રહ્યુ. ચીન વર્ષ 2015થી ભૂટાનની એક ઘાટમાં રસ્તા, ઈમારતો અને સૈન્ય ચોકીઓ બનાવી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અને ઐતિહાસિક રુપે ભૂતાનના ગણાતા વિસ્તારમાં ચીન સુરક્ષાકર્મીઓ અને સૈન્ય પાયાગત માળખા પણ લગાવી રહ્યુ છે. ચીન પોતાના નિર્માણ કાર્યના દમ પર ભૂતાને ભારતની વિરુદ્ધ ઉપયોગ કરવા માંગે છે.
ચીને વર્ષ 2015માં જાહેરાત કરવામાં આવી કે તિબેટ સ્વાયત્ત વિસ્તાર (TAR)ના દક્ષિણમાં ગ્યાફુગ ગામ વસાવ્યું છે. જો કે ગ્યાલફુગ ભૂટાનમાં છે અને ચીની અધિકારીઓએ વધુ એક આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી લીધી છે. ભારત અને તેના પડોશીઓને હિમાલયી સીમાઓના દાયરાથીબહાર કરવા માટે ચીન લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યુ છે. મનાઈ રહ્યુ છે કે ભૂતાનમાં નિર્માણ કાર્ય ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગ દ્વારા તિબ્બતી સીમાવાળા ક્ષેત્રને મજબૂત કરવા માટે એક પ્રમુખ અભિયાનનો ભાગ છે. ફોરેન પોલિસીમાં છપાયેલી રોબર્ટ બાર્નેટની એક રિપોર્ટ અનુસાર ચીનની સરકાર ઈચ્છે છે કે ભૂતાન તેને સૈન્ય એકમો માટે આવી જગ્યા આપે જ્યાં તે ભારતનો સામનો કરી શકે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024