કોરોનાના ડરથી ચીન હવે, માઉન્ટ એવરેસ્ટ ઉપર નેપાળ-તિબ્બતને અલગ કરતી રેખા અંકિત કરશે

09-May-2021

નેપાળ તરફના એવરેસ્ટ બેઝ કેમ્પમાં એપ્રિલ મહિનામાં જ કોરોનાના કેસ જોવા મળ્યા હતા. નેપાળ સરકાર, પ્રવાસન વિભાગ દ્વારા એપ્રિલથી પર્વતારોહણ બંધ કરવામાં આવતુ હોય છે. પરંતુ ચીન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ક્યારે અમલમાં લવાશે તે નથી જણાવાયુ.

કોરોના વાઇરસથી સંક્રમિત નેપાળ અને તિબ્બતને અલગ કરતી રેખા અંકિત કરવાનુ ચીને નક્કી કર્યુ છે. આમ કરવા પાછળનો હેતુ, કોરોનાથી સંક્રમિત નેપાળ તરફથી આવતા પર્વતારોહક અને તિબ્બત તરફથી જતા પર્વતારોહક વચ્ચે અંતર રાખવાનો હોવાનું ચીનના મીડિયા દ્વારા કહેવાયુ છે. ખાસ કરીને કોરોનાના સમયમાં સાવધાની વર્તવા માટે આ પ્રકારની કામગીરી કરાશે. પરંતુ એ હજુ સ્પષ્ટ નથી કે રેખા કેવી રીતે અંકિત કરાશે.

 

Author : Gujaratenews