ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુનુ ભારતમાં ભવ્ય સ્વાગત, મણિપુર સરકારે Additional SP બનાવી

26-Jul-2021

મીરાબાઈએ સિલ્વર મેડલ જીત્યા બાદ એક સમાચાર આવ્યા છે, આ સમાચાર એ છે કે, મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)નો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં પરિવર્તિત થઈ શકે છે. જો આમ થયું તો ભારતીય રમતમાં ખુબ જ મોટો ઈતિહાસ સર્જાશે. મીરાબાઈ ચાનુ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની જશે.

મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સોમવારે જાહેરાત કરી કે ,મીરાબાઇ ચાનુને રાજ્ય પોલીસમાં Additional SP તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ સાથે તેમને એક કરોડ રૂપિયા પણ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ મણિપુરમાં વર્લ્ડ ક્લાસ વેઇટ લિફ્ટિંગ એકેમીડેમી સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.

ચાનુ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને કોમનવેલ્થ ગેમની ગોલ્ડ મેડાલીસ્ટવિજેતા પણ છે. તે આ ગેમ પહેલા અમેરિકામાં અભ્યાસ કરતી હતી અને તેના આત્મવિશ્વાસની સાથે મેડલની આશા પુર્ણ કરી છે.

મણિપુરના આ ખેલાડીએ 49 કિલો વર્ગમાં કુલ 202 કિલો (87 કિગ્રા + 115 કિગ્રા) ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ,આ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ વેઇટલિફ્ટિંગમાં 2000 સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ શાનદાર પ્રદર્શન સાથે, તેણે 2016 ની રમતોમાં નિરાશાને દુર કરી હતી.

 

Author : Gujaratenews