દેશની મોટી બેંકના 1 જૂનથી બદલી રહ્યા છે Cheque Paymentને લઈને નિયમ, જાણો તમને શું મળશે

24-May-2021

આરબીઆઈના આદેશ મુજબ ચેકમાં થતા ફ્રોડમાં પ્રતિબંધ લગાવવાના ઉદેશ્યથી બેંક 1 જાન્યુઆરીએ પોઝિટિવ પે સિસ્ટમને શરૂ કર્યુ છે. ગ્રાહકના ફાયદા માટે બેંક તેને 1 જૂનથી લાગૂ કરવા જઈ રહી છે. આ માટે બેંકના કસ્ટમરોને અપીલ કરાઈ છે કે તે હાઈ વેલ્યૂ ચેક ટ્રાન્ઝેક્શનને લઈને બેંકને પહેલા બેનિફિશયરીની જાણકારી આપે. તેનાથી બેંક ક્લિયરિંગના સમયે ગ્રાહકને ફરીથી કન્ફર્મેશનની જરૂર રહેશે નહીં. 

 

બેંકની તરફથી કન્ફર્મેશન મળશે

બેંક નોટિફિકેશનમાં કહેવાયું છે કે 50હજારથી વધારેના ચેકને માટે બેંકની તરફથી કન્ફર્મેશન કરવામાં આવી શકે છે. આ માટે બેનિફિશયરીનું નામ, રકમ, ચેકની તારીખ, ખાતાની સંખ્યા અને ચેક નંબરની જાણકારી શેર કરવાની જરૂરી રહેશે.ગ્રાહકો મોબાઈલ બેંકિંગ, નેટ બેંકિંગ, બ્રાન્ચ ફોન કરીને કે પછી  8422009988 નંબર પર મેસેજ કરીને કન્ફર્મેશન આપી શકે છે. 

 

 

Author : Gujaratenews