સુરત : સુરતના સચિનમા રોંગસાઈડ સાયકલ પર આવતા આધેડ સવારને ટ્રાફિકશાખાની મહિલા લોકરક્ષકે એન.સી.પકડાવી દેતા ભારે વિવાદ થયો હતો. એન. સી.નો ફોટો પણ સોસ્યલ મીડિયા પર વાયરલ થયો હતો કારણકે એક શ્રમજીવી સાયકલ સવારને પોલીસે એન.સી. આપી દીધી હતી.જોકે ટ્રાફિક પોલીસ નું એમ કહેવું છે કે રોંગ સાઈડ આવનારા તમામ માટે એક સ્પેશિયલડ્રાઈવ રાખવામાં આવી હતી.પોલીસની એમ.વી.એક્ટ મુજબ એનસીમાં ભૂલ એ છે કે જી.પી.એક્ટને બદલે લખવામાં આવ્યું છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,પોલીસ વિભાગની તાલીમ પૂરી કરીને માત્ર બે જ દિવસ પહેલા સુરતની ટ્રાફિક શાખામાં નિમાયેલી મહિલા લોકરક્ષક કોમલ ડાંગરને સચિનના ચોથા ગેટ પર ટ્રાફિકની કામગીરી કરવાની ડ્યુટી સોપવામાં આવી હતી.જોકે સવારે ૯.૩૦ વાગ્યે ત્યાંથી એક સાયકલ સવાર રોંગ સાઈડ નીકળ્યો હતો જેને કોમલ ડાંગરએ રોકીને એન.સી. આપી દીધી હતી.જોકે એક સાયકલ સવારને પોલીસે રોંગ સાઈડ બાબતે એન.સી. આપી દીધી હોવાની વાત સોસ્યલ મીડિયા પર ભારે ટીકાનો વિષય બની હતી. લોકોએ એન.સી.ની કોપી ને વાયરલ કરી ને પોલીસ ની વિરુદ્ધ કોમેન્ટ કરી હતી.
જોકે ટ્રાફિક પોલીસના કેહવા મુજબ, રોંગ સાઈડ આવતા તમામ માટે પોલીસે ડ્રાઈવ રાખી હતી અને આરીતે અનેક સાયકલ સવારોને એન.સી. આપવામાં આવી છે.પોલીસની ભૂલ માત્ર એ હતી કે એન.સી.માં જી.પી.એક્ટને બદલે એમ.વી.એક્ટ લખાઈ ગયું હતું.રોજ આ જગ્યા એ થી સવારે અનેક સાયકલ સવારો રોંગ સાઈડ પર નીકળતા હોય છે અને તેને કારણે અકસ્માત થાય છે તે માટે પોલીસે આજે ડ્રાઈવ રાખી હતી.
.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024