ભાવનગરમાં વાવાઝોડાને કારણે પાંચ લોકોના મોત, 700થી વધુ ગામોમાં વીજ પુરવઠો 3 દિવસથી ઠપ્પ

20-May-2021

ભાવનગરના તાલુકાઓમાં ઝાડ પડવાના અનેક બનાવો, જેમાં સાતના મોત વાવાઝોડાથી કોઇના કોઇ સ્થિતિમાં થયા છે.

વાવાઝોડા બાદ ભાવનગરની માહીતી સામે આવી છે. ભાવનગર શહેર અને  જિલ્લામાં  તાઉ તે વાવાઝોડા ને કારણે પાંચ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૦૯ પશુઓના મૃત્યુ નોંધાયા છે અને  જિલ્લાના દરિયાકાંઠાના મહુવા, ઘોઘા,તળાજા અને ભાવનગર ગ્રામ્ય તાલુકામાં વાવાઝોડાએ વ્યાપક નુકશાન કર્યું છે એમ કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે વાવાઝોડા દરમ્યાન  જિલ્લાના ૭૩૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૈકી ૫૪ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. ૧૪૭ માર્ગો બંધ થયા હતા. જે પૈકી ૧૦૩ માર્ગોને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે તથા ૮૬૩૮ ઝૂંપડા,કાચા મકાન અને ૭૨૫ પાકા મકાનોને નુકશાન થયું છે. જ્યારે ત્રણ સરકારી મકાનોને નુકશાન થયું છે. તો  ૫૨૨૦ વૃક્ષો ધરાશયી થયા હતા. જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલ નુકશાનની સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું. ભાવનગરના કલેકટરે વધુમાં કહ્યું છે કે ભાવનગર શહેર અને જીલ્લામાં તાઉતે વાવાઝોડાની વ્યાપક અસર થઇ છે. જીલ્લાના દરિયાકાંઠાના મહુવા, ઘોઘા, તળાજા અને ભાવનગર ગ્રામ્ય તાલુકામાં વાવાઝોડાએ વ્યાપક નુકશાન કર્યુ છે.

તાઉ-તે વાવાઝોડાએ 13 કલાક સુધી ગોહિલવાડને ધમરોળતા વ્યાપક તારાજી સર્જાઈ છે. કરોડો અબજો રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડવા સાથે 7 વ્યક્તિના જીવ પણ લીધા છે. સૌરાષ્ટ્માં ભાવનગરમાં માનવ મૃત્યુ સૌથી વધુ થયા છે. કોરોનાએ કહેર મચાવ્યા બાદ વાવાઝોડાએ પણ વિનાશ વેરતા ગોહિલવાડ હચમચી ઉઠ્યું છે.

વાવાઝોડાએ વેરેલા વિનાશના પગલે ભાવનગર શહેરમાં 2 અને જિલ્લામાં 5 મળી 7 માનવ મૃત્યુ થયા છે જેમાં બે વર્ષના બાળકથી લઈ 70 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે, મકાન પડતા, દિવાલ પડતા તથા વૃક્ષ તૂટી પડવાથી માનવ મૃત્યુની ઘટનાઓ ઘટી છે.

તો ભાવનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે 8 માનવ મૃત્યુની સતાવાર પુષ્ટિ કરી છે. મળતી વિગતો મુજબ ભાવનગર શહેરમાં 2, સિહોરમાં 2, પાલિતાણા તાલુકામાં 2 અને ગારિયાધાર તથા મહુવા તાલુકામાં 1 માનવ મૃત્યુ થયા છે, જિલ્લામાં 8 માનવ મૃત્યુની ઘટના સામે આવી છે તેમાં ગારિયાધારના પાંચટોબરા ગામે મકાન પડવાથી રૈયાબેન રણછોડભાઈ સરવૈયા (ઉ.વ.70)નું, પાલિતાણાના નવાગામમાં દિવાલ પડતા પિતા પુત્રી એવા વિઠલભાઈ અરજણભાઈ રાઠોડ (ઉ.વ.39), પિન્કીબેન વિઠલભાઈ રાઠોડ (14)ના મોત થયા છે

ભાવનગર શહેરમાં બે મૃત્યુ થયા છે જેમાં મકાન પડવાથી સવિતાબેન બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.70)નું, દિવાલ પડવાથી વિશ્વાસ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.2)નું મોત થયું છે, સિહોરમાં બે વ્યક્તિના મોત થયા છે જેમાં આંબાનું ઝાડ પડવાથી પ્રકાશભાઈ વજાભાઈ ગોહેલ (ઉ.વ.42)નું અને છત પડવાથી માવસંગભાઈ જાદવભાઈ પરમાર (ઉ.વ. 70)નું મૃત્યુ થયું છે જ્યારે મહુવાના વાઘનગરમાં વશરામભાઈ શામજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.70)નું મૃત્યુ ઝાડ પડવાથી ઇજા થવાના કારણે થયું હતું. તેમણે કહયું કે જીલ્લામાં ભારે પવન ફુંકાવાને કારણે પાંચ લોકોના મોત થયા છે. ૯ પશુઓના મૃત્યુ નોંધાયા છે. ભાવનગર જીલ્લામાં આઠ હજાર ૬૩૮ ઝુપડા, કાચા મકાનો અને ૭રપ પાકા મકાનોને  નુકશાન થયુંછે. જીલ્લામાં પાંચ હજાર રર૦ વૃક્ષો ધરાશાયી થયા છે.

 

ગુજરાતમાં આવીને ચાલ્યું ગયેલું 'તાઉ-તે' વાવાઝોડું લોકો માટે તો આફતરૂપ સાબિત થયું જ છે.સાથે અબોલ પક્ષીઓ પણ 'તાઉ-તે'નો ભોગ બન્યા છે. ભાવનગરમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષ ધરાશયી થતા સેંકડો પક્ષીઓના આશિયાના છિનવાઈ ગયા છે. ભાવનગરમાં અંદાજે 100 જેટલા પક્ષીઓ મોતને પણ ભેંટ્યા છે. જો કે પક્ષીઓના મૃત્યુનો આંક વધે તે પહેલા જ સેવાભાવી સંસ્થા રાજહંસ નેચરલ ટ્રસ્ટ મુંગા પક્ષીઓની વ્હારે આવતા 600થી વધુ પક્ષીઓના જીવ બચી ગયા છે. રાજહંસ નેચર ટ્રસ્ટના સભ્યોએ 617 પક્ષીઓને રેસ્ક્યૂ કર્યા .તાઉ-તે વાવઝોડાએ કાળા કેર વર્તાવતા ભાવનગરમાં શહેરના વિવિધ વિસ્તારો માંથી 900 જેટલા વૃક્ષો ઘરાશાઈ થયા હતા જેમાં મુખ્યત્વે પક્ષીઓ પિલ ગાર્ડન, મોતીબાગ, મહિલાબાગ સહિતના વિસ્તારોમાં વૃક્ષો વધારે હોવાથી ત્યાં વસવાટ કરે છે જેને લઈ વૃક્ષો ઘરાશાઈ થતા અનેક પક્ષીઓ બેઘર બન્યા હતા.રાજહંસ નેચરલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના કરાયેલા રેસ્ક્યુમાં પોપટ -550, બગલાંઓ- 20, કાગડા- 35, કબૂતર - 5, ખિસકોલી- 4, સનબર- 2, કિંગ ફિશર- 1 સહિત કુલ - 617 જેટલા પક્ષીઓ રેસ્ક્યુ કરાયું હતું. જો કે, કમનસીબે 100 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા હતા.  રાજહંસ નેચરલ સંસ્થાના સભ્યોએ પક્ષીઓને સલામત સ્થળે રાખી સારવાર શરૂ કરી ​​​જણાવ્યું હતું કે આજ સવારથી અમારા 30 થી 35 જેટલા સભ્યો પક્ષીઓના રેસ્ક્યુ કરી રહ્યા છે અને રેસ્કયુ કરેલા પક્ષીઓને હાલ સરકારી સ્કૂલમાં રાખવામાં આવ્યા છે, જે પક્ષીઓ ઈજાગ્રસ્ત છે, તેઓને સારવાર માટે મોકલાવી આપશુ, હાલ અત્યારે બચાવ કામગીરી જ કરી રહ્યાં છીએ.

Author : Gujaratenews