રોજ રોકો 7 રૂપિયા, દર મહિને મેળવો રૂ. 5000 પેન્શન, સાથે મળશે આ ખાસ લાભ, જાણો વિગતો

19-May-2021

અટલ પેન્શન યોજના : આ સરકાર દ્વારા સંચાલિત સફળ પેન્શન યોજના છે. આ યોજનાનું સંચાલન વીમા નિયમનકાર PFRDA દ્વારા કરવામાં આવે છે. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે છે. આ યોજના પર ભારત સરકાર પેન્શનથી સંબંધિત તમામ લાભ માટેની ગેરેન્ટી આપે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને મહિને 5000 રૂપિયા પેન્શન જોઈએ તો તમે આ યોજના સાથે જોડાઇ શકો છો. 

18 વર્ષથી વધુ અને 40 વર્ષ સુધી ઉંમરની કોઈપણ આ યોજના લઈ શકે છે. આ યોજના હેઠળ રોકાણ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી ચાલુ રાખવું પડશે. સૌથી અગત્યની વાત એ છે કે APY યોજના માટે તમારી પાસે એક બેંક ખાતું હોવું જોઈએ જે આધાર સાથે લિંક હોવુ જરૂરી છે. એસબીઆઈ અને ખાનગી ક્ષેત્રની બેંકો પણ અટલ પેન્શન યોજના (APY)નું ખાતુ ખોલી રહી છે. આ યોજનામાં 60 વર્ષ બાદ પેન્શન મળવાનું શરૂથી જાય છે. આ તમારી રોકાણની ઉંમર પર પણ નિર્ભર કરે છે. અટલ પેન્શન યોજનામાં (APY) દર મહિને ઓછામાં ઓછું 1000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા પેન્શન મેળવી શકાય છે. જો તમારી ઉંમર 18 વર્ષ છે, તો પછી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

તમે જેટલી જલ્દી આ યોજના સાથે જોડાશો એટલું જ જલ્દી ફાયદો મેળવી શકશો. જો તમે 
18 વર્ષમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમર બાદ દર 5000 રૂપિયાના માસિક પેન્શન માટે તમારે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે, એટલે કે એક દિવસના 7 રૂપિયા થયા. આ યોજનામાં દર મહિને 1000 રૂપિયા માસિક પેન્શન માટે દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરવા પડશે. જ્યારે 2000 મંથલી પેન્શન માટે 84 રૂપિયા, 3000 માટે 126 રૂપિયા અને 4000 માટે 168 રૂપિયા જમા કરવા પડશે. 

ટેક્સ બેનિફિટ

અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારાઓને આવકવેરા કાયદા 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ લાભ મળે છે. આમાંથી ટેક્સેબલ આવક ઘટાડી દેવામાં આવે છે. આ સિવાય ખાસ કેસમાં 50,000 રૂપિયા સુધીનો વધારાનો ટેક્સ બેનિફિટ મળે છે. આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીની ડિડક્શન મળે છે.

Author : Gujaratenews