અમરેલી : અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા નડાળા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના ધસમસતા પ્રવાહમાં માલવાહક બોલેરો જીપ તણાઇ હતી. જોકે સમયસુચકતા વાપરતા કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના બની નથી પરંતુ બોલેરો તણાઇ ત્યારે અફરા તફરીનો મોહાલ સર્જાયો હતો. મોટી સંખ્યમાં ગ્રામજનો અહીં ઉમટી પડ્યા હતા. અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નડાળા,રણપર,ફુલજર,મોટા દેવળીયા, સહિત આસપાસના ગામોમાં સાંબેલાધાર મેઘસવારીથી પાણી પાણી જોવા મળી રહ્યું છે. સૌથી વધુ નડાળા ગામમાં અંરાધાર વરસાદ ૩ ઈંચ જેટલો પડતા સ્થાનીક નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
અમરેલી જિલ્લામા સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે.ગઈ કાલે સાવરકુંડલા, કુંકાવાવ લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળા, ચેકડેમો છલકાય ગયા હતા આજે ફરી વરસાદનો પ્રારંભ થયો છે ધારીના ગોપાલગ્રામ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા અને આસપાસના અન્ય કેટલાક ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો દરિયાકાંઠાના જાફરાબાદ, મિતિયાળા, 9 ,હિંડોરણા, ધારીના ગોપાલગ્રામ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈ સમગ્ર વિસ્તારમા ઠંડક પ્રસરી જવા પામી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024