અમેરિકામાં રસીના બંને ડોઝ લેનારને માસ્ક પહેરવામાંથી મુક્તિ

15-May-2021

સરકારી આંકડાઓ પ્રમાણે, સપ્ટેમ્બર 2020 પછી અમેરિકામાં કોરોના સંક્રમણના સૌથી ઓછા નવા કેસ સામે આવ્યા છે, ત્યારે ગત વર્ષે એપ્રિલ પછી અમેરિકામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા નીચેના સ્તરે પહોંચી ગઈ છે. નવા દિશાનિર્દેશો પ્રમાણે લોકો ખુલ્લી હોય કે બંધિયાર, મોટાભાગની જગ્યાઓએ જઈ શકે છે. જોકે, ભીડભાડવાળી બંધ જગ્યાઓ, જેમકે બસ અને વિમાનયાત્રા દરમિયાન અથવા હૉસ્પિટલોમાં હાલ પણ માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી છે.કહેવામાં આવ્યું છે કે જો બાઇડન વહીવટી તંત્ર પર કોરોના વાઇરસને લઈને મૂકેલા પ્રતિબંધો ઓછાં કરવાનું ભારે દબાણ હતું, ખાસ તે લોકો માટે જેમણે કોરોના વાઇરસની રસી રસી લઈ લીધી છે.

આ વચ્ચે અમેરિકન ફેડરેશન ઑફ ટીચર્સ લેબર યુનિયને પણ પોતાના આવનારા સમયમાં સ્કૂલને સંપૂર્ણ રીતે ખોલવાની ભલામણ કરી છે.સંસ્થાની આ ભલામણ 12થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર વૅક્સિનને મંજૂરી મળ્યા પછી આપવામાં આવી છે.અમેરિકા, જ્યાં દુનિયાના કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે અને સૌથી વધારે લોકોનું કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયું છે, ત્યાં કેટલાંક અઠવાડિયાંઓમાં કોરોના સંક્રમણના કેસમાં ભારે ઘટાડો નોંધાયો છે. આને જોતા અમેરિકાની સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવન્શન (સીડીસી)એ નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

Author : Gujaratenews