અમદાવાદમાં સાયન્સ સીટીમાં બનેલા ભારતના સૌથી મોટા એકવેરિયમમા 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વાટિક ગેલેરીમાં માછલીઓના મોત, હમણાં જ ઉદઘાટન થયું, જેમાં 12000 માછલી લવાય હતી

21-Jul-2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા સાયન્સ સિટી ( Science City)માં નિર્માણ પામેલા ત્રણ પ્રકલ્પોનું વર્ચ્યૂલ લોકાર્પણ કર્યું હતું. જેમાં 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી (Aquatic gallery) સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે.

પરંતુ લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ એક્વાટિક ગેલેરીમાં દુર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થયા છે. દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતીની 11,690 માછલીઓ લવાઈ હતી. આ પરથી કહી શકાય કે માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન છે.

નોંધનીય છે કે આ 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી ભારતનું સૌથી મોટું એકવેરિયમ છે. આ એકવેરિયમમાં દેશ-વિદેશની 188 પ્રજાતીની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વેટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે. 68 ટાંકીઓ બનાવવામાં આવી છે. તાજા પાણી, ભાંભરુ પાણી અને દરિયાઈ પાણીમાં રહેતી માછલીઓ રાખવામાં આવી છે.

જટિલ લાઈફ સપોર્ટ સિસ્ટમ, શુદ્ધિકરણ અને વોટર ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખારું પાણી અને ભાંભરૂ પાણી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક્વેરિયમની મુખ્ય ટેન્કમાં દુનિયાભરમાં જોવા મળતી શાર્ક પ્રજાતી મુકવામાં આવી છે. 28 મીટરની વિશિષ્ટ વોક વે ટનલ બનાવવામાં આવી છે.

માછલીઓના મૃત્યુ અંગે મરીનસ્કેપની સ્પષ્ટતા 

એક્વેટિક ગેલેરીમાં તમામ માછલીઓ સ્વસ્થ, કેટલાક ફોટો વીડિયો છે તે 3થી 4 મહિના જુના છે. ચોક્કસ ફોટા અને વીડિયો દર્શાવેલ મૃત માછલીઓએ માછલીઓના ખોરાક માટેનું સંગ્રહસ્થાન છે.

Author : Gujaratenews