અફઘાનમાં તાલિબાન સરકાર, આખા કાબુલમાં તાલિબાનના ઝંડા, કાબુલ એરપોર્ટ પર ભયાનક સ્થિતિ, પ્લેનમાં બેસવા મારામારી

16-Aug-2021


કાબુલ, તા. 16 ઓગસ્ટ 2021 સોમવાર

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના કારણે પરિસ્થતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. કાબુલ એરપોર્ટની ઘણી ભયાવહ તસવીર અને વીડિયો સામે આવ્યા છે. જે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પરિસ્થિતિ બગડવાના કારણે લોકો અફઘાનિસ્તાનથી પલાયન કરી રહ્યા છે અને એરપોર્ટ પર પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નહોતી.

અફઘાનિસ્તાનને લઈને સમગ્ર દુનિયાને જે વાતનો ડર કેટલાય દિવસથી હતો, તે ડર આખરે રવિવારે સાચો સાબિત થયો. કાબુલ પર કબ્જાની સાથે જ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાનનું ફરીથી રાજ થઈ ગયુ. તાલિબાન રિટર્નના કારણે કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં ત્રાહિમામની સ્થિતિ છે અને લોકો કોઈ પણ સ્થિતિમાં ત્યાંથી નીકળવા ઈચ્છે છે.

તાલિબાન વિશ્વાસ અપાવે છે કે કાબુલમાં હાજર રાજદૂતોને ડરવાની જરૂર નથી પરંતુ તાલિબાનનો આતંક લોકોના દિલ-દિમાગ પર હાવી છે, આનો પુરાવો કાબુલના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો. કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો અને એરપોર્ટ પર હાજર ભીડ જલ્દીથી જલ્દી અફઘાનિસ્તાન છોડવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં ફ્લાઈટમાં ચઢવાને લઈને બેચેન જોવા મળી. ત્યાં NATO દેશોએ નિર્ણય લીધો છે કે કાબુલની તમામ કોમર્શિયલ ફ્લાઈટ સસ્પેન્ડ રહેશે અને કાબુલ એરપોર્ટનો ઉપયોગ હવે માત્ર મિલિટ્રી માટે થશે. 

આ હશે અફઘાનિસ્તાનનુ નામ

રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનના આતંકવાદી દાખલ થઈ ચૂક્યા છે અને હથિયારોથી લેસ તાલિબાની આતંકવાદીઓએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમને ના માત્ર કાબુલના 11 જિલ્લા પર નિયંત્રણ થઈ કર્યુ છે, પરંતુ અફઘાનિસ્તાનનો કંટ્રોલ પણ હવે તેમના હાથમાં છે. તાલિબાને અફઘાનિસ્તાનમા જલ્દી પોતાની હૂકુમતનુ એલાન કરવાની વાત કહી છે અને એ જાહેરાત પણ કરી છે કે અફઘાનિસ્તાનનુ નવુ નામ હવે ઈસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન હશે.

એર ઈન્ડિયાના વિમાને લીધો યુ-ટર્ન

શિકાગોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI126એ થોડી વાર પહેલા મજાર-એ-શરીફની ઉપર અફઘાન એરસ્પેસ પર અચાનક યુ-ટર્ન લઈ લીધો. હાલ વિમાન તુર્કમેનિસ્તાનના એરસ્પેસમાં છે. હજુ સુધી સત્તાકીય રીતે આના કારણની જાણકારી સામે આવી નથી પરંતુ અટકળ લગાવાઈ રહી છે કે અફઘાન એરસ્પેસ પર સુરક્ષાની ચિંતાએ ભારતીય વિમાનનો માર્ગ બદલવા માટે મજબૂર કર્યુ.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના નવા વડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભાસ્કરને તાલિબાનના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદા અફઘાનનો નવો અમીર (લીડર) હશે. હિબતુલ્લાહ કંદહારનો રહેવાસી છે. તે તાલિબાનમાં ધાર્મિક નિર્ણયો લેતો હતો. હિબતુલ્લાહએ જ હત્યારાઓ અને ગેરકાયદે સંબંધો ધરાવતા લોકોને મારવાનો આદેશ આપ્યો હતો. તાલિબાનમાં તેમનું સત્તાવાર બિરુદ અમીરૂલ મોમેનીન શેખ હિબતુલ્લાહ અખુંદઝાદા છે.

એરપોર્ટ પર ભાગદોડનું વાતાવરણ, ફાયરિંગમાં પાંચના મોત
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં એરપોર્ટ અમેરિકન સૈનિકોના નિયંત્રણ હેઠળ છે. રોયટર્સ અનુસાર, એરપોર્ટ પર થયેલા ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. વીડિયોમાં એરપોર્ટ પર ત્રણ મૃતદેહો જોવા મળી રહ્યા છે. મૃત્યુઆંક આનાથી વધારે હોઇ શકે છે.

અફઘાનિસ્તાન પર હવે તાલિબાની કમાન્ડર હિબતુલ્લાહ અખુંદઝાદાનું શાસન; કાબુલ એરપોર્ટ પર થયેલા ફાયરિંગમાં અત્યારસુધીમાં 5નાં મોત
હિજાબ ન પહેરનારી મહિલાઓને તાલિબાને ગોળી મારી
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન દરેકને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે અફઘાનીઓનાં જીવન અને સંપત્તિનું રક્ષણ કરશે, પરંતુ કાબુલ એરપોર્ટ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે એરપોર્ટ નજીક ઘણી એવી મહિલાઓને ગોળી મારવામાં આવી હતી, જેમણે હિજાબ ન પહેરેલું હતું. જોકે તાલિબાને હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.

ફાયરિંગ બાદ એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. સૂત્રના જણાવ્યા અનુસાર, તાલિબાનના ફાયરિંગ બાદ અમેરિકન સૈનિકોએ પણ જવાબી ફાયરિંગ કર્યું છે.

કાબુલ એરપોર્ટ પર પડેલા મૃતદેહો
તાલિબાને આ ઘટનાની પુષ્ટિ કરી નથી
તાલિબાનના એક સૂત્રએ દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે- બધું ખૂબ ઝડપથી થયું છે. તાલિબાન ઘણા વિસ્તારોમાં પોતાના લડવૈયાઓને તહેનાત કરી શક્યું નથી. શહેરના ઘણા વિસ્તારોમાંથી લૂંટના અહેવાલો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એરપોર્ટની સુરક્ષા તાલિબાનના હાથમાં નથી. ત્યાં શું થયું એની પુષ્ટિ કરી શકતા નથી.
તાલિબાને કહ્યું- જવે યુદ્ધ સમાપ્ત
તાલિબાનના પોલિટિકલ પ્રવકતા મોહમ્મદ નઇમે અલઝઝીરા TVને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. એમાં નઈમે કહ્યું- 'અફઘાન લોકો અને મુજાહિદ્દીનો માટે આજે મોટો અને મહાન દિવસ છે. 20 વર્ષના બલિદાન અને સંઘર્ષનું ફળ આજે તેઓ જોઈ રહ્યા છે. અલ્લાહનો આભાર કે યુદ્ધ હવે સમાપ્ત થયું છે. અમે અલગ-અલગ રહેવા માગતા નથી અને શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધો માગીએ છીએ. અમે કોઈને નુકસાન પહોંચાડવા નથી ઈચ્છતા અને કોઈને પણ અમારી જમીનનો ઉપયોગ અન્યને નિશાન બનાવવા માટે નહીં કરવા દઈએ.'

Author : Gujaratenews