સુરત જિલ્લાના ઉમરગામમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કાર્યકર્તાઓને કેસરીયો ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં આવકાર્યા.
વાંકલ. તા.૨૭
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતીમાં ઉમરપાડા તાલુકાના ઉમરદા, કાલીજામણ, ખૌટારામપુરા, વડગામ, સટવાણ ગામના કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીમાંથી આશરે ૬૦૦ જેટલા કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.પૂર્વ મંત્રી ગણપત વસાવાએ કેસરીયો ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં આવકાર્યા હતા.
ભાજપનો ખેસ પહેરવામાંઉમરપાડા તાલુકા કોંગ્રેસ સંગઠન મહામંત્રી શંકર બી.વસાવા (રહે. કાલીજામણ), ૨૦૨૧માં યોજાયેલ ચુંટણીમાં વડગામ તાલુકા પંચાયત બેઠકના અને વર્ષ ૨૦૨૧ની સરપંચની ચુંટણી લડેલા કોંગ્રેસ ઉમેદવાર ચંન્દ્રસિંગ સુરીયા (રહે.ખૌટારામપુરા), ૨૦૨૧માં યોજાયેલ સટવાણ તાલુકા પંચાયત બેઠક ઉપરથી ચુંટણી લડેલા કોંગ્રેસ ઉમેદવાર દામજી વસાવા (રહે.ખોડાઆંબા), આપના સંગઠન મંત્રી કપિલ જેસીંગ વસાવા (રહે.ઉમરદા) અને અગ્રણી કાર્યકર્તા ધર્મેશ ડી.વસાવા તેમના ટેકેદારો તેમજ કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં તેમની ટીમ સાથે જોડાયા હતા. તેઓ તમામને પૂર્વ મંત્રી ગણપત વસાવા તથા ભારતીય જનતાપાર્ટીના સંગઠનના હોદ્દેદારોએ આવકારી ખેસ પહેરાવ્યો હતો.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી સામસિંગ વસાવા, ઉમરપાડા ભાજપ પ્રમુખ વાલજી વસાવા, મહામંત્રી અર્જુન વસાવા, અમિષ વસાવા, જિ.પં.ના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, જિ.પં.ના સભ્ય દરિયાબેન વસાવા, તા.પં.ઉમરપાડાના પ્રમુખ શારદા ચૌધરી અને ઉપપ્રમુખ વિપુલ વસાવા, તા.પં.ના સભ્યો, સરપંચો, ભાજપના અગ્રણી કાર્યકર્તા કાંતિ પાડવી, મુળજી પટેલ, ગંભીર વસાવા અને અગ્રણી કર્યકર્યાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024