નવી દિલ્હી: દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. નવા કેસ કરતા સાજા થઈને ઘરે જનારા લોકો વધુ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3.07 લાખ લોકોને ચેપ લાગ્યો છે. અને 4010 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. મૃત્યુઆંક 2.70 લાખને પહોંચી ગયો છે. ત્યારે સૌથી વધુ કેસ કર્ણાટકમાં 41664 જોવા મળ્યા છે.
14 મે સુધી દેશભરમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે. ગત થોડા દિવસો પહેલાં 11 લાખ 3 હજાર 625 રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી 31.30 કરોડથી વદુહ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત દિવસોમાં 17 લાખ સેમ્પલ લેવામાં આવ્યા, જેની પોઝિટિવિટી રેટ 17 ટકાથી વધુ છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે 8 વાગે જાહેર કરવામાં આવેલા અપડેટ અનુસાર ભારતમાં કોરોનાના 3,26,098 નવા કેસ સામે આવ્યા જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,43,72,907 થઇ ગઇ છે. 3,890 નવા મોત બાદ કુલ મોતનો આંકડો 2,66,207 થઇ ગયો છે. 3,53,299 નવા ડિસ્ચાર્જ બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,04,32,898 થઇ ગઇ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 36,73,802 છે.
ભારતમાં કોરોના સંક્રમિતોની તાજા સ્થિતિ: 15 May 2011
કુલ કેસ (Total cases): 2,43,72,907
કુલ ડિસ્ચાર્જ (Total discharges) : 2,04,32,898
કુલ મોત ( Death toll) : 2,66,207
કુલ સક્રિય કેસ ( Active cases): 36,73,802
કુલ વેક્સીનેશન (Total vaccination): 18,04,57,579
દેશમાં કોરોનાથી મૃત્યું દર 1.09 ટકા છે જ્યારે રિકવરી રેટ 83 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 16 ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારતનો બીજો નંબર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારતનું બીજું સ્થાન છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે.
મહારાષ્ટ્રમાં સંક્રમણથી થનાર મોતનો આંકડો ઘટ્યો
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડના નવા કેસ અને તેના કારણે જીવ ગુમાવનારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. જોકે રાજ્યમાં અત્યાર સુધી રાજ્યમાં સામે આવેલા કોરોનાના કુલ કેસની સંખ્યા 53 લાખથી વધુ થઇ ચૂકી છે, જ્યારે 79,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુરૂવારે થયેલા 850 મોતની તુલનામાં શુક્રવારે રાજ્યમાં મૃતકોની સંખ્યા 695 નોંધાઇ હતી. આ સાથે જ કોરોનાથી મૃતકોની સંખ્યા 79,552 સુધી પહોંચી ગઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનો રિપોર્ટ, દેશમાં અત્યાર સુધી 18 કરોડથી વધુ લોકોએ લીધી રસી છે.WHO ની ચેતાવણી હતી કે બાળકોને અત્યારે ન લગાવો કોરોના વેક્સીન, WHO એ અમીર દેશોને કરી અપીલ કરી છે.
11-Apr-2025