2008માં વિશ્વ હિન્દૂ પરિષદ બંધના એલાનમાં રાજસ્થાન એસ.ટી બસની તોડ-ફોડ કેસમાં પ્રવીણ ભાલાળા સહિતના 4 લોકો નિર્દોષ

31-Oct-2021

ફાઈલ તસવીર : પ્રવીણ ભાલાળા

સુરત: 2008 વિશ્વ હિન્દૂ પરિષદ બંધના એલાનમાં રાજસ્થાન એસ.ટી બસની તોડ-ફોડ કેસમાં પુણાગામના સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા સહિતના લોકો નિર્દોષ છોડવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં પંચનામા અને સાહેદની જુબાની લેવામાં આવી હતી. આરોપ હતો કે, આરોપીઓએ તારીખ ૦૩-૦૭-૨૦૦૮ના રોજ ૧૩.૦૦ વાગ્યાના સુમારે ઉમરવાડા બોમ્બે માર્કેટની સામે પાણીની ટાંકીની બાજુમાં રોડ ઉપર ખુલ્લી જગ્યામાં રાજસ્થાન રાજય પથ પરિવહન નિગમ" ની ઉદેપુર ડેપોની એસ.ટી. બસ નં.આર.જે.-૨૭.પી.-૫૮૩૨ તથા સાહેદની એસ.ટી.બસ નં.આર.જે.-૨૧.પી.-૦૪૫૩ ની બસો ઉપર આરોપીઓ તથા બજરંગદળ તથા વિશ્વ હિન્દુ પરિષદના 10 જેટલા, ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના અજાણ્યા 6 માણસોએ આવી બન્ને બસો ઉપર પથ્થરમારો કરી રૂ.૩૭,૦૦૦/- નુ નુકશાન કરી નાશી ગયા હતા. આ કેસમા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

જેમાં 13 વર્ષે કોર્ટે આરોપીઓ (૧)હિતેશભાઇ વજુભાઇ પટેલ,(૨)ચંપકભાઇ વિરજીભાઇ માંગરોળીયા,(૩)પાર્થિવભાઇ ભોલાભાઇ રબારી,(૪)પ્રવિણભાઇ વિઠ્ઠલભાઇ ભાલાળાને ક્રિ.પ્રો.કો.કલમ-૨૪૮(૧)અન્વયે ઇ.પી.કો. કલમ-૧૪૩,૧૪૭, ૩૩૬, ૪૨૭,૧૮૮ તથા પ્રિવેન્સન ઓફ ડેમેઝ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ-૩(૨)(ઇ) મુજબનાં સજાને પાત્ર ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

 

Author : Gujaratenews