ઉતરાખંડમાં 19 લોકો ભરેલુ વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું, ૧૪ લોકોના કમકમાટીભર્યા મોત

31-Oct-2021

ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના ચકરાતા તાલુકામાં બુલહાદ-બૈલા રોડ પર બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક યુટિલિટી વાહન, 19 લોકો સાથે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું.જે પૈકી 14 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. ચકરાતાના SDM પોલીસ અને SDRFની ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

 

સમાચાર બ્રેકિંગ રૂપિયા આવ્યા છે, વધુ વિગતો મેળવાય રહી છે.

Author : Gujaratenews