મહારાષ્ટ્રમાં માતાએ એક પછી એક 6 બાળકને કૂવામાં નાખી દીધાં, તમામ બાળકોના મોત, કાળજું કંપાવી દેતી ઘટના

31-May-2022

મહારાષ્ટ્રમાં કાળજું કંપાવી દે એવી એક ઘટના સામે આવી છે. જ્યાં એક માતાએ પોતાનાં 6 બાળકને એક પછી એક કૂવામાં નાખી મોત નિપજાવ્યાં હતાં અને બાદ બહાર બેસીને તેમને મરતા જોઈ રહી હતી. તમામ બાળકો મોતને ભેટ્યાં હતાં. આ ઘટના બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પારિવારિક વિવાદને કારણે મહિલાઓ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના બોરવાડી ગામની છે. મંગળવારે સવાર સુધીમાં તમામ 6 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં પાંચ છોકરી અને એક છોકરો સામેલ છે. મહિલાએ જણાવ્યું હતું કે સસરા મારાથી ત્રાસી ગઇ હોવાથી બાળકોને કુવામાં ફેંકી દીધા હતા.
લાતુરમાં પણ આવી જ ઘટના બની હતી
લાતુર જિલ્લામાં એક મહિલાએ તેના પતિ સાથે વિવાદ બાદ તેના 2 વર્ષના બાળકને કૂવામાં ફેંકી દીધા હતા. એ બાદ મહિલાએ તેનાં પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. શરૂઆતમાં પરિવારને વિશ્વાસ ન આવ્યો અને મોડી રાત સુધી બાળક ન દેખાતાં કૂવામાં તેની શોધખોળ શરૂ કરી હતી. થોડા સમય બાદ પોલીસ દ્વારા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
બાળકોની ઉંમર 3થી 10 વર્ષ વચ્ચેની છે
ઘટનાની માહિતી મળતાં જ મહાડના ધારાસભ્ય ભરત ગોગાવલે પોલીસની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહિલાની ધરપકડ કરી હતી.મૃત્યુ પામેલાં બાળકોની ઉંમર 10થી 3 વર્ષની વચ્ચેની છે. આરોપી માતાનું નામ રૂના ચિખુરી સાહની (30) છે. મૃતકોમાં રોશની (10), કરિશ્મા (8), રેશ્મા (6), વિદ્યા (5), શિવરાજ (3) અને રાધા (3) સામેલ છે. બાળકોનાં મૃત્યુની પુષ્ટિ થયા પછી, મહિલાએ પણ આત્મહત્યા કરવા માટે કૂવામાં ઝંપલાવ્યું હતું, પરંતુ લોકોએ તેને બચાવી લીધી હતી. 

Author : Gujaratenews