ઓમિક્રોન વેરિઅન્ટને કારણે મહારાષ્ટ્રમાં પ્રથમ મૃત્યુ નોંધાયું : મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડની 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત

30-Dec-2021

મુંબઈ : કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત આ વ્યક્તિને પિંપરી ચિંચવડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે મહારાષ્ટ્રમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડની એક 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત આ વ્યક્તિને પિંપરી ચિંચવડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, 52 વર્ષીય વ્યક્તિ તાજેતરમાં નાઇજીરીયાથી પરત ફર્યો હતો અને ચેપ લાગ્યા બાદ 28 ડિસેમ્બરે પિંપરી ચિંચવડની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

આ વ્યક્તિનું મૃત્યુ બિન-કોવિડ કારણોસર થયું છે. જો કે, આજે એટલે કે ગુરુવારે, મૃતકના NIV રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના મૃત્યુનો આ પ્રથમ કેસ છે.

Author : Gujaratenews