થર્ટી ફર્સ્ટને લઈ મુંબઈ નગરીમાં આજથી આ તારીખ સુધી કલમ 144 લાગુ, હોટલ-રેસ્ટોરાં પર પ્રતિબંધ

30-Dec-2021

મુંબઇ,તા. ૩૦: ૩૧ ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણીના કારણે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. આ અંતર્ગત મુંબઈમાં આજથી ૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.પોલીસે ૩૦ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી સુધી રેસ્ટોરાં, હોટલ,બાર, પબ, રિસોર્ટ અને કલબ સહિત કોઈપણ બંધ કે ખુલ્લી જગ્યાએ નવા વર્ષની ઉજવણી, પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકયો છે.

૩૧ ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણી માટે, મહારાષ્ટ્રમાં‌ ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ શકે છે. જે કોરોના ચેપને વધુ ફેલાવી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પણ સમગ્ર રાજય માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના કાર્યક્રમો માટે, જો હોલ બુક કરવામાં આવ્યો હોય, તો ક્ષમતામાંથી માત્ર ૫૦ ટકા લોકોની હાજરીની મંજૂરી છે. ઉપરાંત, આયોજકોએ ભીડ ન વધે તેની કાળજી રાખવી, એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.

Author : Gujaratenews