ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 573 કેસ નોંધાયા બે વ્યક્તિના મોત

30-Dec-2021

ગુજરાતમાં(Gujarat) 30 ડિસેમ્બરના રોજ કોરોનાના(Corona) 500 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં રાજયના છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 573 કેસ નોંધાયા છે જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. તેમજ કોરોના વેરીએન્ટ ઓમીક્રોનનો (Omicron) એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે નવા ઉમેરાયેલા 573 દર્દીઓના લીધે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બે હજારને પાર પહોંચી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 2371 થયા છે. જ્યારે 11 લોકો વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં આજે નોંધાયેલા કેસો પર નજર કરીએ તો સૌથી વધારે કેસ અમદાવાદમાં 269, સુરત 74, વડોદરા 41, રાજકોટ જિલ્લામાં 18, ગાંધીનગર 16, કચ્છ 16, વલસાડ 15, આણંદ 14, ભાવનગર 10, રાજકોટ 10, અમદાવાદ જિલ્લો 09,મહિસાગર 09, વડોદરા જિલ્લો 09, ભરૂચ 08. ખેડા 08, નવસારી 08, જામનગર 07, અમરેલી 05, મહેસાણા 05, પંચમહાલ 05, સુરત જિલ્લો 04, ગાંધીનગર જિલ્લો 03, મોરબી 03, જૂનાગઢ 02,સાબરકાંઠા 01, દેવભૂમિ દ્વારકા 01, સુરેન્દ્રનગર-01 , ગીર-સોમનાથ 01, જૂનાગઢ કોર્પોરેશન 01 કેસ નોંધાયો છે.

Author : Gujaratenews