ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ લગભગ 619.23 કરોડ રૂપિયાનો હશે. ટેગા ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 443થી 453 રૂપિયા છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર-ફોર-સેલ છે. એટલે કે તેના દ્વારા કંપનીના પ્રમોટર પોતાની ભાગીદારી વેચીને રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં છે. તેના માટે એક લોટમાં 33 શેર છે અને એક વ્યક્તિ વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકે છે. એટલે કે, તેમાં ઓછામાં ઓછું 14,949 અને વધુમાં વધુ 1,94,337 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જે 1 ડિસેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખૂલશે અને તેના માટે 3 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાશે. હજુ આ આઈપીઓ ખૂલ્યો પણ નથી અને તેની ચર્ચાઓ થવા લાગી છે. તે ખૂલ્યા પહેલા ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ લગભગ 240 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ પ્રીમિયમ શેરની કિંમતના લગભગ 50 ટકા છે. નાયકા અને લેટેન્ટ વ્યુ જેવા આઈપીઓમાં કમાણી કરવાથી જો તમે ચૂકી ગયા છો તો તમારા માટે કમાણીની વધુ એક તક આવી રહી છે. ટૂંક સમયમાં જ ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ આવવાનો છે. હજુ આઈપીઓ ખૂલ્યો પણ નથી અને ગ્રે માર્કેટમાં તેની બોલી લગાવવાની શરૂ થઈ ગઈ છે. ગ્રે માર્કેટમાં ટેગા ઈન્ડસ્ટ્રીના આઈપીઓને તગડું પ્રીમિયમ મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. તે ઉપરાંત સ્ટાર હેલ્થનો આઈપીઓ પણ આ સપ્તાહે આવી રહ્યો છે.
સ્ટાર હેલ્થ પણ લાવશે નવો આઈપીઓ
સ્ટાર હેલ્થ 2,000 કરોડ રૂપિયાના મૂલ્યના નવા શેર ઈશ્યૂ કરવાની સાથે જ પ્રમોટર્સ તેમજ હાલના શેરધારકોની પાસેથી 5,83,24,225 ઈક્વિટી શેર્સના વેચાણની ઓફર (ઓએફએસ) કરશે. ખાનગી ક્ષેત્રની વિમા કંપની સ્ટાર હેલ્થે શેર્સની બોલી માટે 870-900 રૂપિયાની કિંમત નક્કી કરી છે. ઉપરની કિંમત પર આ આઈપીઓથી કંપનીને 7,249.18 કરોડ રૂપિયા ભેગા થવાની આશા છે. સ્ટાર હેલ્થનો આઈપીઓ 30 નવેમ્બરે ખૂલશે અને બે ડિસેમ્બરે બંધ થઈ જશે.
20-Aug-2024