સુરતમાં મોટી ચેતવણી; ટૂંક સમયમાં કોરોના રાફડો ફાટશે, આગામી 15 દિવસ માસ્ક પહેરી નીકળજો, 4 ડિજિટમાં જશે

29-Dec-2021

સુરત: સુરતમાં વધતાં કોરોના સંક્રમણથી તંત્ર એલર્ટ થયુ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 1000 બેડની તૈયારી કરવામાં આવી છે. તથા 120 બેડનો ICU વોર્ડ પણ તૈયાર કરાયો છે. તેમજ સિટીમાં છેલ્લા છ દિવસમાં કોરોનાના 103 દર્દી ઝપેટમાં આવ્યા છે બીજી બાજુ કોરોનાને લઈને સુરતીવાસીઓ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. કોરોનાને લઈ સુરતના તબીબ સમીર ગામીએ ચેતવણી જાહેર કરી છે.કોરોનાને લઈ સુરતના તબીબ સમીર ગામીએ ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે આગામી મહિનામાં શહેરમાં કોરોનાનો રાફડો ફાટશે. જેના કારણે સુરતમાં કેસના આંકડા 4 ડિજિટમાં જશે. જેથી તેમણે સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી છે. એટલું જ નહીં લોકોને પણ વેકસીનના બન્ને ડોઝ લઈ સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે. હાલ થર્ટી ફર્સ્ટ આવી રહી છે, જેના કારણે તેમણે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો છે. ક્રિસમસની ભીડની અસર 15 દિવસ બાદ કોરોના કેસમાં દેખાશે. જેથી સુરતમાં આગામી 15 દિવસ ખુબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાના છે, કારણ કે જો લોકો ન સમજ્યા અને નિયમોનું પાલન ન કર્યું તો આવનારા 15 દિવસમાં શહેરમાં કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.

Author : Gujaratenews