ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ઇન્ડિયા ઉપર ચોથી ઓક્ટોબરથી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટીવલ સેલનો પ્રારંભઃ ભારે ડિસ્કાઉન્ટ કેશબેકની ઓફર મળશે સેલ દરમિયાન ‘નો કોસ્ટ ઇએમઆઇ'નો ફાયદો થશે
29-Sep-2021
નવી દિલ્હી: ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 4 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન, સ્માર્ટફોન, લેપટોપ અને ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને સારું કેશબેક મળશે. આવી સ્થિતિમાં, જો કોઈ વપરાશકર્તા સ્માર્ટફોન, લેપટોપ, ટીવી અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવાનું વિચારી રહ્યો છે, તો આ સેલ તેના માટે સારી તક સાબિત થઈ શકે છે. જોકે, આ સેલ કેટલા દિવસ ચાલશે તેની માહિતી આપવામાં આવી નથી.
સેલમાં મળેલી ઓફર્સની વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ પર કેટલીક માહિતી આપવામાં આવી છે. વેબસાઈટ મુજબ સ્માર્ટફોન, આઈફોન, સ્માર્ટવોચ, ટેબલેટ, લેપટોપ, સ્માર્ટ ટીવી, ઘરેલુ ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઓછા ભાવે ખરીદવાની તક મળશે. જો કે, કયા ઉત્પાદનોને ડિસ્કાઉન્ટમાં મળશે તે અંગેની માહિતી શેર
કરવામાં આવી નથી. Amazon Great Indian Festival પર બેન્ક ઓફર્સ:
એમેઝોન પર સૂચિબદ્ધ માહિતી અનુસાર, જો તમે વેચાણ દરમિયાન કોઈપણ પ્રોડક્ટ ખરીદવા માટે HDFC બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો, તો વપરાશકર્તાઓને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ એક વધારાનું ડિસ્કાઉન્ટ હશે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓને વધુ બચત કરવાની તક મળશે.
Amazon Prime membersને પણ ફાયદો:
આ એમેઝોન સેલ દરમિયાન, પ્રાઈમ કસ્ટમર્સને ઓફર અને ડિસ્કાઉન્ટનો લાભ લેવાની તક પહેલા મળશે, જેની માહિતી સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપની શરૂઆતની કિંમત 129 રૂપિયા પ્રતિ માસ છે. આમાં, ના માત્ર ડિસ્કાઉન્ટનો આનંદ આપ માણી શકશો, પણ પ્રાઇમ વિડિઓ અને પ્રાઇમ મ્યુઝિક પણ આપ માણી શક્શો. આ સાથે, પ્રાઇમ મેમ્બરશિપ સાથે સ્પીડ ડિલિવરી પણ ઉપલબ્ધ છે.
એલેક્સા સહિત એમેઝોન પ્રોડક્ટ્સ પર 50 ટકા ડિસ્કાઉન્ટ:
આ સેલ દરમિયાન એમેઝોનની પ્રોડક્ટ એટલે કે એમેઝોન એલેક્સા, ફાયર ટીવી સ્ટિક, કિંડલ અને ઈકો શો જેવા પ્રોડક્ટ્સને સસ્તામાં ખરીદી શકાય છે. આના પર અધિક્તમ 50 ટકા સુધી ડિસકાઉન્ટ મળી શકે છે.
સેલ દરમિયાન મળશે નો કૉસ્ટ EMI:
Amazon Great Indian Festival સેલમાં પ્રોડક્ટ્સની ખરીદી પર નો કૉસ્ટ EMIનો ફાયદો આપ ઉઠાવી શક્યો. આ સાથે જ પ્રોડક્ટ પર એક્સચેન્જની મદદથી પણ સેવિંગ થઈ શક્શે. આપને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર અધિક્તમ 70 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025