ઉત્તર ગુજરાતના એડવેન્ચર પાર્ક એવા ઋષિવન ખાતે સ્વામી સચિદાનંદજી સ્વામીને પદ્મભૂષણ સન્માન પ્રાપ્ત થતા સત્કાર સમારોહ યોજાશે

29-May-2022

અમદાવાદ  : આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે ઉત્તર ગુજરાતના એડવેન્ચર પાર્ક એવા ઋષિવન ખાતે સ્વામી સચિદાનંદજી સ્વામીને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ સન્માન પ્રાપ્ત થતા તેમનો સત્કાર સમારોહ યોજાશે. સાથે રાષ્ટ્ર વ્યાપી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થામાં પ્રકૃતિનું જતન કરવા 11000 ગ્રીન કમાન્ડોને સામેલ કરી 11000 રોપ રોપી વૃક્ષારોપણ કરવામાં આવશે. સાબરકાંઠા વન વીભાગના સાથ સહકારથી આ સાથે 1100 ગંગાસ્વરૂપ બહેનોને 1100 ધાબળા અર્પણ કરી તેમનુ સન્માન કરવામાં આવશે અને 1100 લોકો દ્વારા 1100 રક્તદાન યુનીટ કરી સ્વામીજીને અરપૅણ કરવામાં આવશે. તથા ઋષિવન ખાતે મુખ્યમંત્રીના હસ્તે મનોરંજ માટે વધારો કરતા સ્કાય રેલ રાઈડ્સનો પ્રારંભ કરાશે. તમામ કાર્યક્રમ રાજ્યના માનવંતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.
કાર્યક્રમ તારીખ : 5 જૂન 2022, સમય : સવારે 9 થી 12 સ્થળ : તિરુપતિ ઋષિવન , સાબરમતી નદી કિનારે, વિજાપુર હિંમતનગર હાઇવે, દેરોલ ખાતે યોજાશે.
ગુજરાતના ગ્રીન એમ્બેસેડર અને ગ્રીન ગ્લોબલ બ્રીગ્રેડ સંસ્થા ના સ્થાપક તિરૂપતી ફાઊન્ડેશન ડો. જીતુભાઈ(તિરૂપતી ) વિસનગર દ્વારા આમંત્રણ પાઠવાયું છે. તેમાં તિરૂપતી ઋષીવન દેરોલ મેનેજર-રાધેભાઈએ જણાવ્યું હતુ.

Author : Gujaratenews