ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલભાઈ જોષીયારાના ફંડ માંથી ICU એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ કરાયું
28-Dec-2021
અરવલ્લી બ્યુરો;કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કોટેજ હોસ્પિટલમાં ICU એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ કરાયું હતું. પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી છે.કોટેજ હોસ્પિટલમાં ICU એમ્બ્યુલન્સ વાન ધારાસભ્ય ડૉ. અનિલભાઈ જોષીયારા દ્વારા અર્પણ કરાઈ છે.
ભિલોડા-મેધરજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ફંડ માંથી અંદાજીત ₹. 30 લાખની માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.ICU એમ્બ્યુલન્સ વાન ફાળવતા અનેક દર્દીઓને જીવનદાન મળશે તેમ જણાવ્યું હતું.ભિલોડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ ગ્રામીણ વિસ્તારોમાં વસતા પ્રજાજનો માટે ICU એમ્બ્યુલન્સ વાન આશીર્વાદ રૂપ બનશે તેમ જણાવ્યું હતું.
અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારધી,ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,
કોંગ્રેસના આગેવાન
વનરાજસિંહ રાઠોડ,બલભદ્રસિંહ ચંપાવત સહિત સામાજીક આગેવાનો,હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024