વિકાસની ઐસીતૈસી! આવતા વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ. ૧૫૦ને વટાવી જશે

28-Oct-2021

પહેલા વિકાસ ચાલીને આવતો હતો હવે બુલેટ ટ્રેન પર બેસીને આગળ વધી રહ્યો હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નવી ઊંચાઈએ પહોંચી છે. ઓઇલ કંપનીઓએ બે દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૭.૯૪ રૂપિયા પ્રતિ લીટર થઈ છે, જયારે ડીઝલની કિંમત ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. બીજી બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાકસ તરફથી એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. આ અહેવાલ સાચો ઠરે તો આવતા વર્ષે ભારતમાં પેટ્રોલની કિંમત ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૪૦ રૂપિયા પ્રતિ લીટર આસપાસ પહોંચી શકે છે.આ સાથે જ મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત ૧૧૩.૮૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૪.૭૫ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૦૪.૮૩ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. દેશના ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની સૌથી વધારે કિંમત મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે સ્ક્વન દર અલગ અલગ હોવાથી દરેક રાજયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગ અલગ હોવાથી એક જ રાજયના અલગ અલગ શહેરમાં ભાવમાં તફાવત હોય છે.ગ્લોબલ ફાઈનાન્સિયલ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાકસ તરફથી તાજેતરમાં એક સંશોધન અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીએ અંદાજ લગાવ્યો છે કે ક્રૂડ ઓઇલના ભાવ આગામી વર્ષે પ્રતિ બેરલ ૧૧૦ બેરલની સપાટીએ પહોંચી શકે છે. આ કિંમત હાલના ૮૫ ડોલર પ્રતિ બેરલની કિંમતથી 30% વધારે છે. ગોલ્ડમેન્ટ સાકસના ઓઇલ એનાલિસ્ટોનું માનવું છે કે ક્રૂડ ઓઇલની માંગ અને પુરવઠા વચ્ચે જે અસમાનતા છે તેનાથી ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને પહોંચી શકે છે. ક્રૂડ ઓઇલની હાલની માંગ લગભગ કોવિડ પહેલાથી સ્થિતિએ પહોંચી ગઈ છે. આ કિંમતમાં આવતા વર્ષે ઉછાળાની સંભાવના રહેલી છે.પેટ્રોલ પેદાશો પર જો ૩૦ ટકાનો વધારો થાય તો ભારતમાં આ હિસાબે પેટ્રોલની કિંમત ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૪૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી શકે છે. આજે (૨૭ ઓકટોબર) દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૩.૮૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૪.૭૫ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે.

Author : Gujaratenews