વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા હોટલ માલિકની રાતભર પૂછતાછ કરાઇ, આરોપીઓના લોકેશન શોધવાની કવાયત
28-Sep-2021
વડોદરાના(Vadodara) ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી રાજુ ભટ્ટના મદદગાર હોટેલ માલિકની ધરપકડ કરવામાં આવી હતી. જેની પોલીસ દ્વારા આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસને તેમાં અનેક નવા પુરાવા અને બાતમી મળી શકે છે. જયારે બીજી તરફ આરોપી રાજુ ભટ્ટના નિવાસે સર્ચ દરમિયાન વિદેશી દારૂ અને ત્રણ કાર કબ્જે કરવામાં આવી છે.
વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાંચે પ્રથમ ધરપકડ કરી છે. હાર્મોની હોટલના માલિક અને નંદન કુરિયરના એમડી કાનજી મોકરિયાની પોલીસે ધરપકડ કરી છે. પીડિત યુવતી નિસર્ગ ફલેટમાં રહેવા ગઈ હતી તે પહેલા કાનજી મોકરિયાની હોટલમાં 20 દિવસ રોકાઈ હતી.
કાનજી મોકરિયા પર આરોપ છે કે, તેણે રાજુ ભટ્ટની તમામ પ્રકારની મદદ કરી હતી.પોલીસને શંકા છે કેકાનજી મોકરિયાએ રાજુ ભટ્ટને ફરાર થવામાં પણ મદદ કરી છે.હાલ તો પોલીસે કાનજી મોકરિયાની ધરપકડ કરી છે અને તેની સઘન પૂછપરછ પોલીસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના બંને આરોપીઓ રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર છે, જેને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચ આકાશ-પાતાળ એક કરી છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચે ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના ઘરે ફરી દરોડા પાડ્યા છે.
વડોદરા ક્રાઈમ બ્રાંચે ત્રણ કલાક સુધી રાજુ ભટ્ટના ઘરે સર્ચ કર્યું હતું.કાર્યવાહીના અંતે વડોદરા ક્રાઈમ બ્રાંચે રાજુ ભટ્ટના ઘરેથી બે કાર કબજે કરી છે સાથે ઘરની અંદરથી ગુનાને લગતી કેટલી ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે.
વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આ કેસના આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈન પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દુષ્કર્મના બંને આરોપીઓને શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને આરોપીઓને ઝડપી પાડવા વડોદરા ક્રાઈમ બ્રાંચની 7 ટીમો કામે લાગી છે. જો કે તેમ છતાં આરોપીઓ હજુ પણ પકડાયા નથી.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025