બોલિવુડ અભિનેતા બોબી દેઓલની વેબ સીરીઝ “આશ્રમ”ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યાં તેના પાત્રો અને તેમના અભિનયની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી. આ વેબ સિરીઝમાં બોબી દેઓલની સાથે સાથે ઉપરાંત તેની સાથે બોલ્ડ દ્રશ્યો આપનાર અભિનેત્રી ત્રિધા ચૌધરી ખૂબ ચર્ચામાં રહી હતી. ત્રિધા આ વેબ સિરીઝમાં બાબા સાથે ઘણા જ બોલ્ડ દૃશ્યો આપતી જોવા મળી હતી. ત્રિધાનું નામ આ વેબ સિરીઝમાં બબીતા હતુ. તેની સુંદરતા જોઈને પણ તેના લાખો ચાહકો બની ગયા હતા.
ત્રિધા તેની તસવીરો અને વીડિયોને કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પુલમાં ડાંસ કરતી જોવા મળી રહી છે. ત્રિધાએ શનિવારના રોજ આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, તે બિકી પહેરી પુલમાં ડાંસ કરી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગીત ચાલી રહ્યુ છે. આ વીડિયો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, ધ વીકેંડ ડાંસ, આવી જ રીલ તમારી બનાવો અને ડીએમના માધ્યમથી મને શેર કરો.
ત્રિધાએ બંગાળી ફિલ્મોથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. થોડા સમય પહેલા ત્રિધાએ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ “સ્પોટલાઇટ”માં પણ કામ કર્યું હતું. આ સિરીઝમાં તેને પોતાના સાથી અભિનેતા આરીફ ઝકરિયા સાથે લિપલોક અને ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા. જેના કારણે પણ ત્રિધા ખુબ જ ચર્ચામાં રહી હતી.
બંગાળી અભિનેત્રી ત્રિધા ચૌધરીએ 2016માં આવેલા ટીવી શો “દહલીજ”માં અભિનેતા હર્ષદ અરોડાની ઓપોઝીટ ડેબ્યુ કર્યું હતું. કલકત્તા ટાઈમ્સ ફ્રેશ ફેસ-2011 રહી ચુકેલી ત્રિધા અત્યાર સુધી ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 2013માં તેને ફિલ્મ “મિશોર રોહોસ્યો” દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ શ્રીજિત મુખર્જીએ ડાયરેક્ટ કરી હતી. ત્રિધા ચૌધરીને ફરવાનો ખુબ જ શોખ છે. તે પોતાના અસલ જીવનમાં પણ ખુબ જ સુંદર અને હોટ દેખાય છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ 2 મિલિયન ફોલોઅર્સ છે.
20-Aug-2024