SURAT : વરાછાનાં નવદંપતીએ કરાવી 60 વડીલોને તીર્થયાત્રા

28-Feb-2022

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તા: 27-2-2022 ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવી, યુવા સંસ્કૃતિ પરિવાર ના સભ્ય જયેશ મકાનજીભાઈ ઢોલા અને સૃષ્ટિ ના શુભ લગ્ન તા: 7-2-2022 ના રોજ લગ્નગ્રંથિ થી જોડાયા હતા, એ વેળાએ આ નવદંપતી એ પોતાના લગ્ન પ્રસંગના દિવસે વડીલ સેવા નો સંકલ્પ કરીને યુવા અવસ્થા થી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણયાત્રાનું સૌજન્ય આપેલ અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રા ને સવારે 8:00 કલાકે સિદ્ધકુટિર મંદિર થી પ્રસ્થાન કરાવી હતી. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત બુટાણી, ઉપપ્રમુખ સંજય ગજેરા, જીજ્ઞેશ ઢોલા, હરેશ દુધાત, મહેન્દ્ર લીંબાણી, રાહુલ માંગુકિયા, આશિષ બાવીશી,કેનીલ લીંબાણી,ભરત તેજાણી ના સથવારે યાત્રા સવારે મહાપ્રભુજીની બેઠક, ત્રણ પાનનો વડ, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર થી ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે ફાર્મ હાઉસમાં જમણવાર બાદ બપોર પછી હાસ્ય કલાકાર દિલીપભાઈ વરસાણી દ્વારા હાસ્ય અને સાહિત્ય કાર્યક્રમ અને સાંજે સાકરી સ્વામિનારાયણ મંદિર ની આરતી મહાપ્રસાદ અને સત્સંગનો લાભ લઇ રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી, જયેશભાઇ ઢોલા & પરિવાર ની વડીલો પ્રત્યે ની સેવા ભાવના ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન અને દરેક યુવાનો માટે પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા.

Author : Gujaratenews