ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની જાહેરાત:અમરેલીના દુધાળા ગામે 300 મકાનની છત પર 2 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવાશે, પરિવારને મહિને 5 હજારની આવક

28-Feb-2022

રાજ કીકાણી (દુધાળા),

 

  • દરેક મકાન પર સોલાર હોય તેવું દેશનું કદાચ પહેલું ગામ બનશે
  • ગામના દરેક ઘરમાં હાલમાં 2 કિલો વોલ્ટથી લઈને 5 કિલો સુધીનો વીજ વપરાશ
  • છેલ્લા કેટલાક વર્ષોથી સૌર ઊર્જાની જાગૃતિ વધી છે. કેટલાક આખા ગામો પણ સોલારથી સજ્જ થયા છે. ત્યારે દેશનું કદાચ એકમાત્ર ગામ એવુ હશે કે જે સોલારથી સજ્જ હશે. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠીમાં આવેલું પોતાનું વતન દુધાળાને સ્વખર્ચે સોલારથી સજ્જ કરશે. હાલમાં દુધાળા ગામમાં 1200ની વસ્તી છે 300 ઘર છે. જે બધા જ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટેનો સંકલ્પ કર્યો છે. તે માટે સર્વે પણ થઇ ગયો છે. દરેક ઘરમાં 2 કિલો વોલ્ટથી લઈને 5 કિલો સુધી વપરાશ છે.

    અંદાજિત 2 કરોડ ખર્ચ થશે આવનારા દિવસોમાં દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિને લાઈટબીલ ભરવું ન પડે અથવા તો વધારે વપરાશ કરે તેટલું જ કરવું પડે એવું લાંબાગાળાનું આયોજન કરી ગામ લોકોને ફાયદો થાય તે માટેની યોજના ટૂંક સમયમાં અમલમાં મૂકવા જઇ રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો તેની સારવાર એસઆરકે ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.

  • વિવિધ યોજનામાં 6 કરોડ ખર્ચાશે
    ઉદ્યોગપતિ ગોવિંદભાઈએ કહ્યું કે, મારુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી હું મારા વતનમાં પ્રથમ વખત આવ્યો હોવાથી મારા પરિવારની એવી ભાવના છે કે ગામના નાના-મોટા દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાથી લઈને જરૂરિયાત મુજબ આર્થિક સહાય પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે. બધી જ યોજનાઓ પાછળ લગભગ 6 કરોડથી વધારે ખર્ચ થશે.

ખરેખર વતનનું વહાલ વરસતું રહે

Author : Gujaratenews