કેન્દ્ર સરકારે ગુરુવારે એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપને સોંપ્યા બાદ TATA ગુરુવારથી જ પોતાની ફ્લાઈટ્સમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે.
'એડવાન્સ્ડ મીલ સર્વિસ'
સૌથી પહેલા તો તે સારો નાસ્તો આપવાનું શરૂ કરશે. ટાટા જૂથે ગુરુવારે મુંબઈથી કાર્યરત ચાર ફ્લાઈટ્સ પર 'એડવાન્સ્ડ મીલ સર્વિસ' શરૂ કરીને એર ઈન્ડિયામાં તેનું પ્રથમ પગલું ભર્યું છે, એમ ખાનગી કંપનીના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.
જો કે, હાલ માટે, ગુરુવારથી જ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ટાટા જૂથના બેનર હેઠળ ઉડશે નહીં. નોંધનીય છે કે લગભગ 69 વર્ષ પહેલા ગ્રુપ પાસેથી એરલાઈન લીધા બાદ હવે તેને ફરીથી ટાટા ગ્રુપને સોંપવામાં આવી રહી છે, અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી છે.
પાયલટ યુનિયન્સની કાનૂની ચેતવણી
આ દરમિયાન, બે એરલાઇન પાઇલટ યુનિયન, ઇન્ડિયન પાઇલોટ્સ ગિલ્ડ (IPG) અને ઇન્ડિયન કોમર્શિયલ પાઇલટ્સ એસોસિએશન (ICPA) એ એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ દેવ દત્તને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. તેનું કારણ પાયલોટના લેણાં પર મુકાયેલો કાપ અને બાકી રહેલા પૈસા હોવાનો અંદાજ છે.
એર ઈન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયનનો પણ વિરોધ
આ સિવાય અન્ય બે યુનિયનોએ તેમની ફ્લાઈટ્સ પહેલા એરપોર્ટ પર ક્રૂ મેમ્બર્સના બોડી માસ ઈન્ડેક્સ (BMI) માપવાના કંપનીના 20 જાન્યુઆરીના આદેશનો વિરોધ કર્યો છે. એર ઈન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયન (AIEU) અને ઓલ ઈન્ડિયા કેબિન ક્રૂ એસોસિએશન (AICCA) એ સોમવારે દત્તને પત્ર લખીને આદેશનો વિરોધ કરતા કહ્યું કે તે અમાનવીય છે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન છે.
18000 કરોડની બોલી લગાવવામાં આવી હતી
સરકારે કોમ્પિટિટિવ બિડિંગ પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે એર ઈન્ડિયાને ટૈલેસ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી હતી. તે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીની પેટાકંપની છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થવાના આરે છે. એર ઈન્ડિયાને ગુરુવારે ગ્રુપને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025