બેન્ક નિફ્ટીમાં 230 પોઈન્ટથી વધુનો ઉછાળો, Sensexના તમામ 30 શેર્સમાં તેજી, સસ્તી કિંમતે શેરની સારી ખરીદારી થઇ

28-Jan-2022

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700 પોઈન્ટ વધીને 58,044 પર પહોંચી ગયો છે. રોકાણકારોએ પ્રથમ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાલુ સપ્તાહે મંગળવારે બજાર લાભ સાથે ખુલ્યું હતું જ્યારે ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે ફરી તેજી છવાઈ છે.

ગઈકાલે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 260.32 લાખ કરોડ હતું. આજે તે રૂ. 264.80 લાખ કરોડ છે. સેન્સેક્સ 519 પોઈન્ટ વધીને 57,795 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 57,940 ના ઉપલા સ્તર અને 57,656 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સના તમામ 30 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે. સૌથી વધુ ફાયદો NTPC માં છે જે 3.50% વધ્યો છે. ટાટા સ્ટીલ અને મહિન્દ્રાના શેરમાં 2-2%નો ઉછાળો છે.

Author : Gujaratenews